Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

ઓમિક્રૉન જ બનશે કોરોનાનો અંત: યુરોપના એક્સપર્ટનો દાવો

dir="auto">નવી દિલ્હી: ભારત સહિત આખા વિશ્વમાં કોરોના વાયરસની વધુ એક લહેર આવી ગઈ છે જેના કારણે અનેક લોકોના દરરોજ મોત થઈ રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી કોરોના વાયરસથી ત્રાહિમામ કરી રહેલા માણસો હવે આ વાયરસનો અંત ઈચ્છે છે ત્યારે જુદા જુદા વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ દ્વારા અનેક રિસર્ચમાં દરરોજ નવી નવી જાણકારીઓ સામે આવી રહી છે. એવામાં હાલમાં જ એક એક્સપર્ટે જે દાવો કર્યો છે તે ચોંકવાનારો છે. 
 
કોરોના વાયરસનો નવો વેરિયન્ટ તોફાનની ગતિએ એક બાદ એક હજારો લાખો લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે ત્યારે એમસ્ટર્ડેમના વેક્સિન રણનીતિના પ્રમુખ માર્કો કેવેલઋએ દાવો કર્યો છે કે હવે આ નવા ઓમિક્રૉન વેરિયન્ટના કારણે કોરોના પેન્ડેમિક, એક એન્ડેમિક બની જશે. તેમણે કહ્યું છે કે આપણે હવે મહામારીની ઝપેટમાંથી અવશ્ય બહાર નિકળીશું.
 
તેમણે કહ્યું કે નવો વેરિયન્ટ ખૂબ જ તેજીથી ફેલાઈ રહ્યો છે જેના કારણે મદદ મળી શકે છે અને કોરોના વાયરસ સામે આખી દુનિયા સક્ષમ થતી દેખાઈ રહી છે. તેજીથી વધી રહેલ વાયરસ દર્શાવે છે કે મહામારીનો અંત ખૂબ જ નજીક છે. 
 
આ સિવાય કેવેલઋએ એમ પણ દાવો કર્યો છે કે વારંવાર બૂસ્ટર ડોઝ આપવું સારી બાબત નથી. આવું કરવાથી ઈમ્યુન સિસ્ટમમાં સમસ્યા ઊભી થઈ શકે છે.
(1:22 pm IST)