Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

દેશમાં ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે પણ ગભરાટ રાખવાની જરૂર નથી. આપણે સૌએ એલર્ટ રહેવાની જરૂરઃ નરેન્‍દ્રભાઇ મોદી

દેશમાં ઓમિક્રોનનાં સંક્રમણે તરખાટ મચાવ્યા પછી અને ફક્ત 4 દિવસમાં કેસ બમણા થયા પછી પીએમએ ગુરુવારે રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી

 

નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનનાં સંક્રમણે તરખાટ મચાવ્યા પછી અને ફક્ત 4 દિવસમાં કેસ બમણા થયા પછી પીએમ મોદીએ ગુરુવારે રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. જેમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મોદીએ કહ્યું હતું કે દેશમાં ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે પણ ગભરાટ રાખવાની જરૂર નથી. આપણે સૌએ એલર્ટ રહેવાની જરૂર છે. મોદીએ કહ્યું કે રાજ્યોને ફાળવવામાં આવેલા રૂ. 23,000 કરોડનાં કોરોના પેકેજનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજ્યોએ રકમમાંથી તેમની આરોગ્ય સેવાઓ વધુ મજબૂત કરી છે.

તહેવારોની સિઝનમાં લોકોની કોરોના સામે લડવાની જાગૃતિ ઓછી થાય તેનું સૌએ ધ્યાન રાખવાનું છે.

ઇકોનોમી સુરક્ષિત રહે અને આમઆદમીને તકલીફ પડે તેવી રીતે કોવિડ પ્રોટોકોલ ઘડો કોરોનાના નિયમો ઘડતી વખતે અને તેનો અમલ કરતી વખતે ઈકોનોમી સુરક્ષિત રહે તેમજ આમઆદમીને કોઈ મુશ્કેલી પડે તે જોવાનું ખાસ મહત્ત્વનું છે. બેઠકમાં કેન્દ્રનાં ગૃહપ્રધાન અમિત શાહ તેમજ આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા અને આરોગ્ય સચિવ તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. મોટાભાગનાં રાજ્યોના મુખ્યપ્રધાનોએ ભાગ લીધો હતો.

સ્થિતિ બેકાબૂ બને તે માટે સામૂહિક અભિગમ અપનાવો

મોદીએ કહ્યું હતું કે ચેતવણીજનક કે સંકટમય સ્થિતિ સર્જાય તે માટે તમામ રાજ્યોએ સક્રિય બનીને કોરોના સામે લડવા સામૂહિક અભિગમ અપનાવવાની જરૂર છે. વેક્સિનેશન માટે આપણે હર ઘર દસ્તક કાર્યક્રમને વધુ ગતિશીલ બનાવવાની જરૂર છે. જેથી 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્યાંક હાંસલ કરી શકાય. આરોગ્ય કર્મચારીઓ તેમજ ફ્રન્ટલાઈન વર્કર્સ અને સિનિયર સિટિઝનને વહેલી તકે વેક્સિનનો પ્રિકોનશરી ડોઝ આપવાથી આપણી આરોગ્ય સિસ્ટમ વધુ સુરક્ષિત થશે.

કોરોના સામે લડવા વેક્સિન શ્રોષ્ઠ હથિયાર

કોરોના સામે લડવા વેક્સિન શ્રોષ્ઠ હથિયાર છે. વેક્સિન અંગે લોકોમાં ગેરસમજ ફેલાય તેની તકેદારી રાખો. આપણે 10 દિવસમાં 3 કરોડ કિશોરોને વેક્સિન આપી છે. વેક્સિન અંગે પડકારો ઉઠાવી લીધા છે. યોગ્યતા ધરાવતી 92 ટકા વસ્તીને વેક્સિનનો પહેલો ડોઝ અપાયો છે.

લોકલ કન્ટેનમેન્ટ પ્રતિબંધો વધારો

મોદીએ સત્તાવાળાઓને લોકલ કન્ટેનમેન્ટ પ્રતિબંધો વધારવા પર ભાર મૂકવા કહ્યું હતું. વધુમાં વધુ દર્દીઓ ઘરે રહીને હોમ આઈસોલેશન વખતે સાજા થાય અને કોરોનામુક્ત થાય તે જોવા સૂચના આપી હતી. કોરોનાને વધતો રોકવા ઘરઘરાઉ આયુર્વેદિક દવાઓ લેવા લોકોને અપીલ કરી હતી. ભવિષ્યમાં કોઈ નવો વાઈરસ ફૂટી નીકળે તો તેનો સામનો કરવા પણ સજ્જ બનવા અનુરોધ કર્યો હતો.

(11:24 am IST)