Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

વિધર્મી સાથે લગ્ન કરતા પહેલા નોટિસ આપવી તે બાબત વ્યક્તિની ગોપનીયતાનો ભંગ ગણાય : નાત ,જાત ,કે ધર્મને ધ્યાનમાં લીધા વિના લગ્ન માટે પાત્રની પસંદગી કરવાનો પુખ્ત વયની વ્યક્તિને અધિકાર છે : રાજય સરકાર ,પરિવાર ,કે સમાજ દખલગીરી કરી શકે નહીં : અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો

અલ્હાબાદ : તાજેતરમાં અલ્હાબાદ હાઇકોર્ટએ આપેલા ચુકાદામાં  જણાવ્યું છે કે લગ્ન કરનાર દંપતીએ જાતે જ નક્કી કરવાનું છે કે તેઓ પોતાના લગ્ન માટે સ્પેશિઅલ મેરેજ એક્ટ 1954 મુજબ વાંધા વચકા મગાવવા માંગે છે કે કેમ.અથવા તો લગ્ન કરતા પહેલા જાહેર નોટિસ આપવી કે કેમ તે બાબત તેઓની ઈચ્છા ઉપર આધારિત છે.

લગ્ન કરતા પહેલા ફરજીયાત નોટિસ આપવી પડે તો તે બાબત તેઓની ગોપનીયતાના તથા વ્યક્તિ સ્વાતંત્ર્યના ભંગ સમાન ગણાય.તથા સમાજના હસ્તક્ષેપ સમાન ગણાય.

નામદાર કોર્ટએ ઉમેર્યું હતું કે અલબત્ત લગ્ન કરનાર દંપતી પોતાના લગ્નની બાબતને  ગૌરવપુર્વ ગણાવવા માગતું હોય તો તે અગાઉથી નોટિસ આપી શકે છે.જે લગ્ન રજીસ્ટારે 30 દિવસમાં પ્રસિદ્ધ કરવાની રહે છે.અને વાંધા વચકા મંગાવવાના રહે છે.

તે સિવાયના કેસમાં નોટિસ આપવી ફરજીયાત નથી.જે બાબતે નામદાર કોર્ટએ સુપ્રીમ કોર્ટ તથા અન્ય હાઇકોર્ટોના જજમેન્ટ ટાંક્યા હતા.તથા જણાવ્યું હતું કે પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાનો પુખ્ત વયની વ્યક્તિનો અધિકાર છે.તેમાં નાત ,જાત ,કે ધર્મ બાધારૂપ નથી.તેથી રાજ્ય સરકાર ,પરિવાર ,કે સમાજ તેમાં દખલગીરી કરી શકે નહીં.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:51 pm IST)
  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST

  • દિલ્હીના ભાજપ સાંસદ હંસરાજ હંસ વિરુદ્ધ કોર્ટ કેસ : ચૂંટણી સમયે કરેલી એફિડેવિટમાં પોતાના શિક્ષણ અને બાકી ટેક્સ અંગે ખોટો માહિતી આપી : કોંગ્રેસના પરાજિત ઉમેદવાર રાજેશ લીલોઠીયાનો આક્ષેપ : 18 જાન્યુઆરીના રોજ સુનાવણી access_time 1:50 pm IST

  • સીબીઆઈના ઓફિસરો ઉપર ખુદ CBI તૂટી પડી : સીબીઆઈ ઓફિસરો ઉપર સંખ્યાબંધ જગ્યાએ સીબીઆઈએ ખુદે દરોડા પાડયાના અહેવાલ મળી રહ્યા છે. ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ વિગતો સત્તાવાર મેળવાઈ રહી છે. access_time 4:19 pm IST