Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

વોટ્સએપનું નવું સિક્યોરિટી અપડેટ જાહેર: કોન્ટેક્ટ લિસ્ટ વગરના નહિ જોઈ શકે સ્ટેટ્સ

જેની સાથે વોટ્સએપ ચેટ થયું નથી, તે લોકો માટે લાસ્ટ સીન અને ઓનલાઇન સ્ટેટસ જોવું મુશ્કેલ બનશે

નવી દિલ્હી :  વોટ્સએપે એક નવું સિક્યોરિટી અપડેટ જાહેર કર્યું છે. જેમાં જો કોઈ એવી વ્યક્તિ તમને વોટ્સએપ પર મેસેજ મોકલે છે, જેની સાથે તમે પહેલાં ક્યારેય ચેટ કર્યું નથી તો તેને તમારૂ લાસ્ટ સીન અને ઓનલાઇન સ્ટેટસ દેખાશે નહીં.

વોટ્સએપના આ ફીચરનો ખુલાસો એક ટ્વિટર પોસ્ટ દ્વારા થયો છે. ટ્વિટર પર એક યૂઝરે વોટ્સએપને પૂછ્યું કે શું કોઈને એવી સમસ્યા આવી રહી છે જેમાં તે કોન્ટેક્ટ્સનું લાસ્ટ સીન ચેક કરી શકતો નથી. જવાબમાં એક યૂઝરે તે મામલામાં વોટ્સએપ સપોર્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં નવા સિક્યોરિટી ફીચર વિશે જણાવવામાં આવ્યું છે.

તેમાં વોટ્સએપે લખ્યું- અમારા યૂઝર્સની પ્રાઇવેસી અને સિક્યોરિટીમાં સુધાર કરવા માટે, જેને તમે જાણતા નથી કે જેની સાથે વોટ્સએપ ચેટ થયું નથી, તે લોકો માટે તમારૂ લાસ્ટ સીન અને ઓનલાઇન સ્ટેટસ જોવું મુશ્કેલ બની રહ્યું છે. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે નવું પ્રાઇવેસી ફીચર યૂઝર્સના મિત્રો, પરિવાર અને એવા અન્ય લોકો માટે કંઈ બદલશે નહીં, જેની સાથે તે પહેલાથી ચેટ કરી ચુક્યા છે.

(12:00 am IST)