Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ઘઉંમાં ઉંચી સપાટીએ મિલોની લેવાલી ધીમી :ભાવમાં સ્થિરતા

રાજકોટ :ઘઉં બજારમાં ઉંચી સપાટીએ ભાવમાં એકંદરે સ્થિરતા જોવા મળે છે ઉંચા મથાળે મિલોની લેવાલી ધીમી પડતા ભાવને વધુ ટેકો સાંપડતો નથી અને ભાવ ટકેલા છે અમદાવાદની મિલોમાં ભાવ 2190ની સપાટીએ જોવાયાએ હતા

   બજારનો હાલમાં મિશ્ર ટોન જણાય રહયો છે આગામી દિવસોમાં લેવાલીના આધારે ભાવની વધઘટ નિર્ભર રહેશે ઘરાકી વધશે નહીં તો ભાવમાં દબાણ જોવા મળશે બીજીતરફ નવી આવકોને હજુ વાર છે ત્યારે ભાવ ખરીદીના આધીન રહેશે તેમ વેપારીઓનું માનવું છે

(3:05 pm IST)