Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

અમેરિકામાં ઈન્વેન્ટરીઝ ઘટતા વૈશ્વિક બજારમાં કાચા તેલમાં રિકવરીનો દોર

નેચરલ ગેસમાં નરમાઇનો માહોલ

અમેરિકામાં ઈન્વેન્ટરીઝ ઘટવાથી કાચા તેલમાં રિકવરી જોવા મળી, વૈશ્વિક બજારમાં બ્રેન્ટ 60 ડૉલરની ઉપર છે, તો WTI ક્રૂડમાં 51 ડૉલરની ઉપર કારોબાર થઈ રહ્યો છે. જોકે સ્થાનિક બજારમાં કાચા તેલમાં લગભગ એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે

 બીજીતરફ OPECના 2019માં માગ ઘટવાના અનુમાનથી કાચા તેલમાં ઉપરના સ્તરેથી દબાણ જોવા મળ્યું હતું, પણ અમેરિકામાં ક્રૂડની ઈન્વેન્ટરીઝ 12 લાખ બેરલ ઘટવાથી કિંમતોમાં ફરી રિકવરી જોવા મળી રહી છે.

 નેચરલ ગેસની કિંમતોમાં લગભગ 1 ટકાની નરમાશ આવતા એમસીએક્સ પર ભાવ 294ના સ્તર પર જોવા મળી રહ્યા છે.

(1:45 pm IST)