Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

આરબીઆઇની વિશ્વસનીયતા અને સ્વાયત્તતા જાળવી રાખવા કરશું કોશિશ : શક્તિકાંત દાસ ઊર્જિત પટેલ અને કેદ્ર સરકા વચ્ચેના વિવાદની કોઈ જાણકારી નથી

નવી દિલ્હી :આરબીઆઇ ગવર્નરનો પદભાર ગ્રહણ કર્યા બાદ શક્તિકાંત દાસે પ્રથમવાર મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે તેઓ પોતાના પદ પર રહેવા દરમિયાન  સંસ્થાની પ્રોફેશનલ રીત,અને  મૂળ મંત્રો વિશ્વસનિયતા અને સ્વાયત્તાને જાળવી રાખવાની કોશિશ કરશે.જ્યારે તેમને ઉર્જિત પટેલ અને કેન્દ્ર સરકાર વચ્ચેના મતભેદ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે આ સવાલને ટાળી નાંખ્યો. અને કહ્યું કે તેમને આવી કોઇ જાણકારી નથી.

  જો કે તેમણે કહ્યું કે વાતચીતથી કોઇ પણ મુદ્દો ઉકેલી શકાય છે. તેઓ વિવાદિત મુદ્દાઓને વાતચીત અને ચર્ચા દ્વારા ઉકેલશે. તેમણે કહ્યું કે આરબીઆઇની સેવા કરવી મારા માટે સન્માનની વાત છે અને મોટો અવસર છે. હું દરેક વ્યક્તિ સાથે મળીને કામ કરવાનો પ્રયાસ કરીશ. ભારતના અર્થતંત્ર માટે કામ કરીશ

(12:00 am IST)