Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ઇતિહાસના માસ્ટર રિઝર્વ બેંકને ઇતિહાસ ન બનાવે એજોવાનું રહ્યું : દાસ પર જયનારાયણ વ્યાસએ કર્યું ટ્વીટ

દાસ અર્થશાસ્ત્રી નહિ પરંતુ હિસ્ટ્રીમાં માસ્ટર ડીગ્રી ધરાવે છે

રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિયુક્ત થયેલા શક્તિકાંતા દાસને લઈને નવો વિવાદ સામે આવ્યો છે તેઓની ઇતિહાસના વિષય ની માસ્ટરી તેઓના માટે મોટો પડકાર બની શકે તેમ છે રિઝર્વ બેન્ક ના ગવર્નર તરીકે હંમેશા ફાઇનાન્સ ના જાણકારો ની અને અર્થશાસ્ત્રીઓની નિમણુંક થતી રહી છે. પરંતુ આ વખતે મોદી સરકારમાં શક્તિકાંતા દાસ ની નિયુક્તિ થઈ છે

  દાસ અર્થશાસ્ત્રી નહિ પરંતુ હિસ્ટ્રી માં માસ્ટર ડીગ્રી ધરાવે છે. જેને લઈને રાજ્યના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે સવાલ ઉઠાવતું ટ્વીટ કર્યું છે. વ્યાસે જણાવ્યું છે કે દાસ ઇતિહાસના માસ્ટર છે અને રિઝર્વ બેંકને ચલાવવા અર્થશાસ્ત્રી ની જરૂર રહે છે ત્યારે તેઓ ક્યાંય આર બી આઈને જ ઇતિહાસ ન બનાવી નાખે એ જરૂરી છેવ્યાસ નું નિવેદન ક્યાંક ને ક્યાંક ભાજપ માટે અને મોદી માટે મુશ્કેલી ઉભું કરનાર બની રહ્યું છે.વ્યાસના નિવેદનને કોંગ્રેસ એ પણ સમર્થન કર્યું છે

(12:00 am IST)