Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

પશ્ચિમ બંગાળના સિલિગુડી-દાર્જિલીંગ વળાંક ઉપર શંકાના આધારે વેગનઆર ગાડીને અટકાવી કરોડો રુપિયાના સોનાના બિસ્કીટ સાથે આમિર ખાન અને મોહમ્મદ ફિરોઝ ઝડપાયા

સિલિગુડી: પશ્વિમ બંગાળના સિલિગુડીમાં લાખો રૂપિયાની વિદેશી નોટો મળ્યા બાદ હવે કરોડો રૂપિયાના સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. સોમવારે (11 નવેમ્બર)ના રોજ રાત્રે સિલિગુડી DRI રીજનલ ઓફિસના અધિકારીઓને સિલિગુડી દાર્જિંલિંગ વળાંક પર શંકાના આધારે વેગનઆર ગાડીને અટકાવી હતી. ગાડીમાં બે વ્યક્તિઓ હતા જે ખૂબ સંદેહજનક જોવા મળી હતી. બંનેના નામ આમિર ખાન અને મોહમંદ ફિરોજ છે.

                અધિકારીઓએ જણાવ્યું કે પૂછપરછ બાદ જ્યારે ગાડીની તલાશી લેવામાં આવી તો ગાડીની પાઇપમાં 101 સોનાના બિસ્કીટ તથા 9 તાર એક કપડાંમાં વિંટેલા હતા. મળતી માહિતી અનુસાર સોનાનું વજન 25 કિલો 766 ગ્રામ છે. બજારમાં તેની કિંમત સવા 10 કરોડની આસપાસ હોવાનું જણાવવામાં આવ્યું છે.

                બીજી તરફ કડક પૂછપરછ કરતાં આરોપીઓએ જણાવ્યું હતું કે સોનું ઇંડો મ્યાંમારથી લઇને આવી રહ્યા છે. તેમને તેની ડિલીવરી સિલીગુડીમાં એક વ્યક્તિને આપવાની હતી. બંને આરોપીઓને મંગળવારે સિલીગુડી CJM કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેની જામીન અરજીને નકારી કાઢતાં તેમને કસ્ટડીમાં મોકલી દીધા છે.

(4:52 pm IST)