Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

જો ભાજપ સિકસર ન મારે તો સરકાર તુટે

સુપ્રિમ કોર્ટનાં ફેંસલાથી કર્ણાટકના રાજકારણમાં રસપ્રદ સ્થિતિઃ ભાજપે ૧પમાંથી ૬ બેઠક જીતવી પડે

બેંગ્લોર, તા.૧૩: કર્ણાટકના પક્ષ પલટુઓ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાજયમાં રાજકારણનું 'નાટક' દિલચસ્પ થઇ ગયું છે. સુપ્રીમ કોર્ટે આજે ધારાસભ્યોને અયોગ્ય ગણાવાના પૂર્વ સ્પીકરના નિર્ણયને યથાવત રાખવા પર અનિશ્યિતકાળ સુધી ચૂંટણી લડવાના પ્રતિબંધને હટાવી દીધો છે. તેના લીધે ૧૭ અયોગ્ય ધારાસભ્યોને મોટી રાહત મળી છે અને હવે તેઓ ૫મી ડિસેમ્બરના રોજ યોજાનાર પેટાચૂંટણી લડી શકે છે.

 

આપને જણાવી દઇએ કે ૧૭માંથી ૧૫ સીટો પર પેટાચૂંટણી થવાની છે કારણ કે બે સીટો મસ્કી અને રાજરાજેશ્વરીથી સંબંધિત અરજી કર્ણાટક હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. બીજીબાજુ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી રાજયની સત્તારૂઢ પાર્ટી ભાજપનું ટેન્શન ચોક્કસ વધવાનું છે.

વાત એમ છે કે નાટકીય દ્યટનાક્રમની અંતર્ગત થોડાંક મહિના પહેલાં જ પોતાના ધારાસભ્યોના પક્ષ પલટાથી કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર પડી ભાંગી હતી. વિધાનસભામાં વિશ્વાસ મત પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહેવા પર કુમારસ્વામી સરકારે રાજીનામું આપી દીધું હતું. સ્પીકરે ૧૭ ધારાસભ્યોને અયોગ્ય ગણાવતા ભાજપે સરળતાથી સરકાર બનાવી લીધી. થયું એવું કે ધારાસભ્યોને અયોગ્ય ગણાવ્યા બાદ ૨૨૪ સભ્યોવાળી વિધાનસભાની સંખ્યા ૨૦૭ થઇ ગઇ અને બહુમતી ૧૦૪ પર આવી ગઇ. ભાજપની પાસે ૧૦૬ ધારાસભ્યોનું સમર્થન હતું, જેમાં તેના ૧૦૫ હતા અને એક અન્ય. એવામાં તેમને સરકાર બનાવામાં કોઇ મુશ્કેલી નહોતી.

'તાજેતરના દિવસોમાં એ પ્રકારની પ્રવૃત્ત્િ। વધી ગઇ છે કે સ્પીકર સંવૈધાનિક મૂલ્યોને નજરઅંદાજ કરવા લાગ્યા છે. લોકો સ્થાયી સરકારથી વંચિત થઇ રહ્યા છે. સંવૈધાનિક નૈતિકતાના રસ્તામાં રાજકીય નૈતિકતા આવવી ના જોઇએ.'

આ બધાની વચ્ચે કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે હું સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરું છું. મને વિશ્વાસ છે કે અમે લોકો તમામ ૧૭ વિધાનસભા સીટો પર યોજાનાર પેટાચૂંટણીમાં જીતીશું. જયારે તેમને એ પૂછવામાં આવ્યું કે શું આ ૧૭ અયોગ્ય ધારાસભ્ય ભાજપમાં સામેલ થશે, યેદિયુરપ્પાએ કહ્યું કૃપ્યા સાંજ સુધીની રાહ જુઓ. હું એ લોકો અને નેશનલ લીડરશીપ સાથે વાત કરીશ. અમે લોકો સાંજે યોગ્ય નિર્ણય લઇશું.

૧૫ સીટો પર પેટાચૂંટણી થશે તો વિધાનસભાની સંખ્યા પણ વધી જશે અને બહુમતીનો આંકડો પણ. યેદિયુરપ્પા સરકારને સત્તામાં બની રહેવા માટે ૧૫ સીટોની પેટાચૂંટણીમાં ભાજપ માટે કોઇપણ પરિસ્થિતિમાં ૬ સીટો જીતવી જરૂરી થઇ ગઇ છે. અત્યારે વિધાનસભાની સ્થિતિ જોઇએ તો ૨૦૭ સીટોમાંથી ભાજપૅની પાસે ૧૦૬ સીટ છે. ૨૦૭+૧૫ એટલે કે ૨૨૨ થશે. વિધાનસભા સીટોની સંખ્યા તો ભાજપને બહુમતી માટે ૧૧૨ સીટો જોઇશે.

એ પણ જાણી લઇએ કે જે સીટો પર પેટાચૂંટણી થવાની છે, અત્યારે ત્યાંની ૩ સીટો જેડીએસ અને ૧૨ સીટો કોંગ્રેસની પાસે હતી. હવે એ વાતની પ્રબળ સંભાવના છે કે ભાજપ મોટાભાગની સીટો પર અયોગ્યને જ ચૂંટણી લડાવે.

સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ કહ્યું કે સ્પીકર કોઇ ધારાસભ્યને એસેમ્બલી કાર્યકાળ માટે અયોગ્ય ગણાવી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો આ અયોગ્ય જીતે તો સ્ટેટ કેબિનેટમાં મંત્રી પણ બની શકે છે. આપને જણાવી દઇએ કે જુલાઇમાં કર્ણાટકના તત્કાલીન સ્પીકર રમેશ કુમારે ૧૭ ધારાસભ્યોને અયોગ્ય ગણાવ્યા હતા અને એસેમ્બલી કાર્યકાળ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

અયોગ્ય જાહેર કરાયેલા ધારાસભ્ય પેટાચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા માંગે છે. ઉમેદવારી પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ ૧૮ નવેમ્બર છે.

(3:40 pm IST)
  • નવસારી: વાંસદામાં સતત બીજા દિવસે ભૂંકપના આંચકા અનુભવાયા :લોકોમાં ભયનો માહોલ access_time 10:36 pm IST

  • રાત્રે રાજકોટની ભાગોળે વરસાદી ઝાપટું : રાજકોટ-આટકોટ રોડ પર રાજસમઢિયાળી અને રંગુન માતા મંદિર વચ્ચે વરસાદનું જોરદાર ઝાપટું access_time 11:35 pm IST

  • ઓડ-ઇવન લાગુ કરવાનો નિર્ણય ગૈરબંધારણીયઃ સુપ્રિમ કોર્ટે દિલ્હી સરકારને નોટીસ આપીઃ શુક્રવારે આ મુદે વધુ સુનાવણી થશે access_time 3:37 pm IST