Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ભાજપ ધારાસભ્ય વિનોદ કટીયાર સહીત ૩ને ઈજાઃ સારવાર હેઠળ

યમુના એકસપ્રેસ- વે ઉપર કાર ગોથુ ખાઈ જતા

નોઈડાઃ યુમના એકસપ્રેસ- વે ઉપર સોમવાર રાત્રે પૂર ઝડપે દોડી રહેલ કાર પલ્ટી મારી જતા ભાજપના કાનપુર ગ્રામ્યના ધારાસભ્ય વિનોદ કટીયાર સહીત ૩ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. તમામને નોઈડાની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરાયા છે. જયાં તેમની સ્થિતિ સ્ટેબલ છે. કટીયાર સાથે તેમના ગનમેન સત્યેન્દ્ર અને ડ્રાયવર અનુજ ઘાયલ થયેલ. કાર ધારાસભ્ય કટીયારની હોવાનું અને ડ્રાયવરને જોકુ આવી જતા અકસ્માત સર્જાયાનું પોલીસે જણાવેલ.

(12:57 pm IST)