Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ચોમાસુ મુંબઇને ફળ્યું: સીઝનનો કુલ વરસાદ નોંધાયો ૧૪૭ ઇંચ

વરસાદે અગાઉના વિક્રમો તોડયા

મુંબઈ, તા.૧૩:  ચાલુ વર્ષના વરસાદે બધા રેકોર્ડ તોડ્યા છે. ચોમાસું મોડું બેઠું હતું, પરંતુ વરસાદ શરૂ થયાના થોડા અઠવાડિયાઓમાં જ પાણીની અછતની ભરપાઇ થઇ ગઇ હતી.

શહેરમાં જુલાઇમાં ૭૯૯ મિલિમીટરના સરેરાશ સામે ૮૩ ટકા વધુ ૧,૪૬૪.૮ મિલિમીટર વરસાદ પડ્યો હતો. ઓગસ્ટના પ્રથમ પાંચ દિવસમાં ૨,૩૭૪.૨ મિલિમીટર વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બરના પ્રથમ ચાર દિવસમાં ૪૯૬.૫ મિલિમીટર વરસાદ પડ્યો હતો. ૧૪મી ઓકટોબરે ચોમાસુ પાછું ખેંચાવા પહેલા ૩,૬૯૫.૬ મિલિમીટર વરસાદ પડ્યો હતો.

૩૦મી સપ્ટેમ્બરે પૂરા થતા સત્ત્।ાવાર ચાર મહિનાના ચોમાસા દરમિયાન કુલ ૩,૬૭૦ મિલિમીટર વરસાદ પડ્યો હતો, જયારે અગાઉનો રેકોર્ડ ૧૯૫૪નો હતો જયારે ચોમાસાના ચાર મહિના દરમિયાન ૩,૪૫૨ મિલિમીટર વરસાદ પડ્યો હતો. ૨૦૧૮માં ચોમાસામાં મુંબઈમાં ૨,૨૩૯.૬ મિલિમીટર વરસાદ પડ્યો હતો જે મોસમના સરેરાશ ૭૭.૬ મિલિમીટર ઓછો હતો. વાવાઝોડાને કારણે આ વખતે વધુ વરસાદ પડ્યો હતો. વાવાઝોડું વાયુને કારણે જૂનમાં ચોમાસું મોડું બેઠું હતું, પરંતુ ત્યાર બાદ જુલાઇ સુધીમાં જોરદાર વરસાદ પડવાની શરૂઆત થઇ હતી. ઓકટોબર અને નવેમ્બર દરમિયાન વાવાઝોડું કયાર અને મહાને કારણે નવેમ્બરમાં પણ રેકોર્ડ વરસાદ પડ્યો હતો.

(10:06 am IST)