Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

અમેરિકાના શિકાગોમાં ઓહારા અને મિડવે એરપોર્ટ પર ભારે બરફવર્ષા:1,200થી વધુ ઉડાનો કેન્સલ

શિકાગોના રસ્તાઓ પર અડધો ફૂટ અને ઇન્ડિયાનામાં પણ છ ઇંચ બરફ પડ્યો

અમેરિકાના શિકાગોમાં ઓહારા અને મિડવે એરપોર્ટ પર મોટા પ્રમાણમાં બરફ હોવાને કારણે સોમવારે 1,200થી વધુ ઉડાનોને રદ કરવામાં આવી છે. શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. જેને લઈને સાંજે 5 વાગ્યા સુધી ઓહારા આતંરારાષ્ટ્રીય એરપોર્ટ પર 1,114 ઉડાનોને રદ કરવામાં આવી છે. જ્યારે મિડવે પર 98 ઉડાનો રદ કરવામાં આવી છે.

    અમેરિકાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શિકાગોના ઉત્તર અને મધ્ય ભાગોમાં ભારે હિમવર્ષા થઈ છે. આ વિસ્તારમાં ત્રણથી છ ઇંચ બરફ પડેલો છે. મંગળવારે બપોર પછી ભારે હિમવર્ષાની સંભાવના છે. અહેવાલ છે કે સોમવારે રનવે પર થીજેલા બરફને કારણે વિમાનને ખેચીને લાવવું પડ્યું હતું. આ વખતે શિયાળો વહેલો આવ્યો સોમવારે શિકાગોના રસ્તાઓ પર અડધો ફૂટ બરફ પડ્યો હતો. અમેરિકામાં ઇન્ડિયાનામાં છ ઇંચ બરફ પડ્યો હતો.

(12:37 am IST)