Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

હવે બિકાનેરમાં ૪.૫ની તીવ્રતાની સાથે ધરતીકંપ

સવારે ૧૦.૩૬ વાગે આંચકો આવ્યો

બિકાનેર, તા.૧૩ : રાજસ્થાનના બિકાનેરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ૪.૫ જેટલી આંકવામાં આવી છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સવારે ૧૦.૩૬ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા બાદ સ્થાનિક લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. આ ગાળા દરમિયાન લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.

સવારે ૧૦.૩૬ વાગ્યાની આસપાસ જિલ્લા અને ગ્રામિણ વિસ્તારોમાં આંચકો આવ્યો ત્યારે લોકો દહેશતમાં મુકાઈ ગયા હતા. અલબત્ત આજે રવિવાર હોવાના કારણે સરકાર અને અન્ય કેચરીઓ બંધ રહી હતી જેથી સ્થિતિમાં વધારે કોઇ અસર થઇ નહતી.

(8:02 pm IST)
  • રાજકોટના ભોંમેશ્વર વિસ્તારમાંથી આઠ વર્ષની લાપતા બાળાની પોલીસે ગણતરીની કલાકોમાં ભાળ મેળવી માતા-પિતાને સુપ્રત કરી : એરપોર્ટ ફાટકથી ભોમેશ્વર જવાના રસ્તેથી માસુમ બાળા ગૂમ થઇ હતી : રાત્રે આઠ વાગ્યે લાપતા બાળકીને શોધવા અને કથિત અપહરણકર્તાને ઝડપવા નાકાબંધી કરી હતી access_time 12:36 am IST

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ , 1 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરને અપાયેલ વિશેષ દરજ્જાને રદ કરવાને પગલે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો દ્વારા અપાઈ રહેલ ગંભીર ધમકીઓ વચ્ચે,વિવિધ રાજ્યોની આતંકવાદ વિરોધી ટીમો ( એટીએસ ) ના ઉચ્ચ અધિકારીઓને સંબોધન કરશે access_time 10:57 pm IST

  • મુંબઈમાં આજે રાહુલ ગાંધીની રેલીમાં મુંબઈ કોંગ્રેસના બે પૂર્વ પ્રમુખ મિલિન્દ દેવરા અને સંજય નિરુપમ ગેરહાજર રહ્યાં હતા access_time 11:01 pm IST