મુખ્ય સમાચાર
News of Sunday, 13th October 2019

હવે બિકાનેરમાં ૪.૫ની તીવ્રતાની સાથે ધરતીકંપ

સવારે ૧૦.૩૬ વાગે આંચકો આવ્યો

બિકાનેર, તા.૧૩ : રાજસ્થાનના બિકાનેરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ૪.૫ જેટલી આંકવામાં આવી છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સવારે ૧૦.૩૬ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા બાદ સ્થાનિક લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. આ ગાળા દરમિયાન લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.

સવારે ૧૦.૩૬ વાગ્યાની આસપાસ જિલ્લા અને ગ્રામિણ વિસ્તારોમાં આંચકો આવ્યો ત્યારે લોકો દહેશતમાં મુકાઈ ગયા હતા. અલબત્ત આજે રવિવાર હોવાના કારણે સરકાર અને અન્ય કેચરીઓ બંધ રહી હતી જેથી સ્થિતિમાં વધારે કોઇ અસર થઇ નહતી.

(8:02 pm IST)