Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદને યુપીની યોગી સરકાર કરશે જેલમુક્ત

 

લખનઉ : સહારનપુર તોફાનોનાં આરોપમાં જેલવાસ ભોગવી રહેલ ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણને યુપી સરકારે જેલ મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ચંદ્રશેખર ઉર્ફે રાવણની ધરપકડ કરવામાં આવી હતી. તેને 1 નવેમ્બરે જેલ મુક્ત કરવામાં આવનાર હતો. જો કે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે તેને હવે વહેલો છોડી દેવામાં આવશે

   અત્રે ઉલ્લેખનીય છે કે, યોગી સરકાર દ્વારા મુદ્દે સોનુ, સુધીર, વિલાસને પહેલાથી જેલ મુક્ત કરી દીધા છે. સરકારે ચંદ્રશેખરની માંની અપીલ અંગે વિચાર કરતા તેમનાં સમય પહેલા મુક્ત  કરવા માટેનો નિર્ણય લીધો છે. સરકારે ચંદ્રશેખરની સાથે બે અન્ય આરોપીઓને સોનુ શિવકુમારને પણ મુક્ત કરવા માટેનો નિર્ણય કર્યો છે

(10:59 pm IST)