Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ડોલર સામે રૂપિયો તળિયે : એશિયન ચલણમાં સૌથી વધુ રકાસ

ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં રૂપિયો ડોલર સામે સૌથી વધુ ૧૨% પીસાયો : ઇન્ડોનેશિયાનું ચલણ રૂપિયાહ ૯% તૂટીને બીજા ક્રમે : ગ્લોબલ કરન્સીમાં તુર્કીના ચલણ લીરામાં ૪૦% વધુનો ઘટાડો

મુંબઇ તા. ૧૩ : ભારતીય ચલણ રૂપિયો છેલ્લા કેટલાક સમયથી ડોલર સામે નોંધપાત્ર ગગડીને તળિયે પહોંચ્યો છે. રૂપિયો બુધવારે ઐતિહાસિક ૭૨.૯૧ની ઐતિહાસિક નીચી સપાટીને સ્પર્શ્યો હતો. આ સાથે જે એશિયન દેશોના ચલણની તુલનામાં રૂપિયામાં સૌથી વધુ રકાસ જોવા મળી રહ્યો છે. રૂપિયાના અવમૂલ્યનને પગલે આયાતકારો મોટી મુશ્કેલીમાં સપડાયા છે. તેમણે અગાઉ રૂપિયો ૬૬-૬૭ના સ્તરે હતો ત્યારે કરેલા ઓર્ડર્સના પેમેન્ટ કરવામાં હાલ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે રૂપિયાના અવમૂલ્યનનો લાભ ફકત નિકાસકારોને થઈ રહ્યો છે.

દેશના કુલ વપરાશ પૈકી ૭૦ ટકાથી વધુ ઈંધણની આયાત કરવામાં આવી રહી છે જેને પગલે રૂપિયો ગગડતાં સરકારની ચાલુ ખાતાની ખાધમાં પણ વધારો થવાનો ભણકારા વાગી રહ્યા છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયામાં ૧૨% વધુનું અવમૂલ્યન થયું છે. જયારે ઈન્ડોનેશિયાના ચલણ રૂપિયાહમાં નવ ટકાનો તેમજ ફિલિપાઈન્સના પેસોમાં સાત ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

જો કે નિષ્ણાતોના મતે રૂપિયામાં ઘટાડાથી ભારતીય અર્થતંત્ર નબળું પડ્યું છે તેવું માનવું ભૂલભરેલું ગણાશે. ભારતનો જીડીપી ૮.૨ ટકા નોંધાયો છે. આ ઉપરાંત ઈન્ડોનેશિયાનો ૫.૨ અને ફિલિપાઈન્સનો જીડીપી ૬.૨ ટકા રહ્યો છે.

અમેરિકા અને ચીન વચ્ચે એકબીજાની આયાત કરાતી ચીજવસ્તુઓ પર અબજો રૂપિયાની ઈમ્પોર્ટ ડ્યુટી લાદવામાં આવતા વૈશ્વિક સ્તરે ટ્રેડ વોરનું જોખમ સર્જાયું છે જે એશિયન કરન્સીમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત ચીન પોતાના ચલણ યુઆનનું વધુ અવમૂલ્યન કરી શકે છે તેવી ભીતિ પાછળ પણ રૂપિયો વધુ પીસાઈ રહ્યો છે.ટ્રેડ વોરની ભીતિ તેમજ અર્થતંત્ર ડામાડોળ થવાની ચિંતાએ દેશમાંથી વૈશ્વિક રોકાણકારો પોતાનું રોકાણ પરત ખેંચી રહ્યા છે જેને પગલે વિદેશ ભંડોળનો આઉટફલો વધવાથી પણ રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે.

ક્રૂડ ઓઈલના વધી રહેલા ભાવને લીધે રૂપિયામાં ડોલર સામે રકાસ જોવા મળે છે. ક્રૂડના ભાવ વધતા ભારતનાં આયાત બિલ વધવાની ભીતિ રહેલી છે.(૨૧.૨૯)

ચાલુ કેલેન્ડર વર્ષમાં ડોલર સામે એશિયન કરન્સીનો દેખાવ

દેશ      ચલણ   દેખાવ(%)

ભારત    રૂપિયો   ૧૨

ઈન્ડોનેશિયા       રૂપિયાહ      ૯.૦૪

ફિલિપાઈન્સ       પેસો ૭.૩૯

ચીન     યુઆન   ૫

કોરિયા   વોન     ૪.૪૬

તાઈવાન ન્યૂ તાઈવાન ડોલર   ૩.૪૬

સિંગાપોર સિંગાપોર ડોલર       ૩

વિયેતનામ         સ્ફઝ્ર ૨.૬૫

મલેશિયા રિંગીટ   ૨.૩૧

જાપાન   યેન      ૧.૦૩

થાઈલેન્ડ બાહ્રટ    ૦.૬૪

હોન્ગકોંગ ડોલર    ૦.૪૫

 

(4:08 pm IST)
  • કોંગ્રેસ પ્રેરિત નાટકીય ઉપવાસ આંદોલનનો અંત:હાર્દિક કોંગ્રેસની સામે ભિગીબિલ્લી બન્યો.સમગ્ર નાટકીય ઉપવાસમાં કોંગ્રેસના આટલા બધા નેતાઓ આવ્યા પણ કોઇ પાસે લખાવી કે બોલાવી ના શક્યો "પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવો જોઇએ":સમાજની લાગણી અને માંગણીની મજાક બનાવી,સમાજને ગુમરાહ કરનાર હાર્દિકના કોંગ્રેસ માટેનાં નાટકનો અંત થયો.તૅમ ભાજપના રેશ્મા પટેલએ કહ્યું હતું access_time 11:57 pm IST

  • સુરત :મિઝલ્સ-રુબેલા રસીકરણ કેમ્પેઇન:10 લાખ 82 હજાર 878 બાળકોને રસીકરણ કરાયું: રાજ્યમાં સૌથી વધુ બાળકોનું રસીકરણ સુરતમાં થયું :16 જુલાઈથી શરૂ થયું હતું કેમ્પેઇન: 9 માસથી 15 વર્ષના બાળકોનું રસીકરણ કરાયું access_time 11:02 pm IST

  • અમદાવાદ :એસ જી હાઇવે પર દૂધ ઢોળવાનો કેસ:સોલા પોલીસે કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારી :આ કેસમાં અલ્પેશ ઠાકોરની કથિત સંડોવણીને લઈને આપવામાં આવી નોટીસ access_time 12:45 am IST