Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

મુંબઈમાં લાલબાગ ચા રાજાના દર્શન માટે ભાવિકોની જબરો ભીડ ઉમટી :સિદ્ધિ વિનાયક મંદિરે વિશેષ આરતી

મંદિરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસત :પંડાલમાં દુંદાળા દેવના દર્શન કરીને ધન્યતાઅનુભવતા શ્રદ્ધાળુઓ

મુંબઈમાં ગણેશોત્સવનું અનેરુ મહત્વ છે તેમાં પણ લાલબાગ કા રાજાના દર્શન કરવા ભાવિકોની ભીડ ઉમટી પડી છે આજે ગણેશોત્સવના પ્રથમ દિવસે વહેલી સવારથી જ ભક્તો લાલબાગ કા રાજાના પંડાલમાં પહોંચી ગયા અને દુંદાળા દેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

 મુંબઈમાં ઠેર-ઠેર ગણેશજીના પંડાલ ઉભા કરવામાં આવ્યા છે.ત્યારે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પણ ગણેશ ચતુર્થીની ખાસ તૈયારી કરાઈ છે ગણેશજીના આગમન પર સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશ આરતીનું ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. દુદાળા દેવાના દર્શન કરવા માટે સિદ્ધિવિનાયક મંદિરમા ભક્તોની ભીડ જોવા મળી છે. 10 દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવશે જેથી મંદિરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

(1:17 pm IST)