Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

અમેરિકાનું ગન કલચર : કેલિફોર્નિયામાં પત્ની સહિત પાંચ ઉપર ગોળીબાર કરી હુમલાખોર નાસી છૂટ્યો: પોલીસ આવી પહોંચતા પોતે પણ આત્મહત્યા કરી લીધી

કેલિફોર્નિયા : અમેરિકામાં ગન ક્લચરએ માઝા મૂકી છે.નાની એવી બાબતમાં પણ ગોળીબારના વધી રહેલા બનાવો વચ્ચે જાણવા મળ્યા મુજબ આજે એક હુમલાખોરે પોતાની પત્ની સહિત પાંચ લોકો ઉપર ગોળીબાર કરી દીધો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પાંચ લોકોને ગોળી માર્યા બાદ હુમલાખોર એક મહિલાની કાર છીનવી ભાગ્યો. જ્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે પોતાની જાતને ગોળી મારી દીધી. મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસ મુજબ, ઘટના એકદમ સરળ નથી. હુમલાખોરે ગોળી મારવાનું કેમ શરૂ કર્યું? તેણે પત્ની સહિત અનેક લોકોને કેમ માર્યા? આ અગાઉથી પ્લાન કરેલી યોજનાનો ભાગ હોઈ શકે છે.

 

 

(12:22 pm IST)