Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

પેટ્રોલ-ડિઝલના ભાવ આજે પણ વધ્યા

પેટ્રોલ ૧૩ પૈસા તથા ડિઝલ ૧૧ પૈસા મોંઘુઃ દિલ્હીમાં પેટ્રોલ ૮૧નું લીટર થયું

નવી દિલ્હી, તા. ૧૩ :. પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારાનો સિલસિલો ચાલુ જ છે. આજે દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલ ૧૩ પૈસા અને ડિઝલ ૧૧ પૈસા મોંઘુ થયું. આ રીતે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને ૮૧ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે જ્યારે ડિઝલનો ભાવ રૂ. ૭૩.૦૮ પ્રતિ લીટર થઈ ગયો છે.

મુંબઈની વાત કરીએ તો ત્યાં પેટ્રોલનો ભાવ રૂ. ૮૮.૮૯ પ્રતિ લીટર અને ડિઝલનો ભાવ ૭૭.૫૮ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.જાણકારોના કહેવા મુજબ રૂપિયો તૂટતા બન્નેના ભાવ હજી વધશે એ નક્કી છે પણ આવતા કેટલાક મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણીને જોતા સરકાર ભાવ ઉપર કાબુ લેશે એ નક્કી છે.

ગઈકાલે દિલ્હીમાં પેટ્રોલ ૮૦.૮૭ રૂ. તથા ડીઝલ ૭૨.૯૭ના ભાવનું હતુ, જ્યારે મુંબઈમાં ગઈકાલે પેટ્રોલનો ભાવ ૮૮.૨૬ અને ડિઝલનો ભાવ ૭૭.૪૭ રૂ. પ્રતિ લીટર હતો.(૨-૨)

(11:29 am IST)