Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ભારત-બ્રિટન શિખર સંમેલનમાં શાહરુખને ગેમ ચેન્જરનો ખિતાબ

નવી દિલ્હી ;બોલીવુડનો અભિનેતા શાહરુખ ખાન ભારતના સુપરસ્ટાર્સમાંના એક છે. હાલમાં જ તેમને ભારત-બ્રિટન બિઝનેસ સમિટ દરમિયાન બોલિવુડ સિનેમાનું વૈશ્વીકરણ કરવા માટે સમ્માનિત કરવામાં આવ્યા હતા  તેમાં કહેવામાં આવ્યુ કે આ સમ્માન માટે શાહરુખ ખાન એટલા માટે હકદાર છે કારણકે તેઓ સિનેમાનું વૈશ્વીકરણ કરવા માટે ગેમ ચેન્જર તરીકે સામે આવ્યા છે. શાહરુખે આ સમ્માન મેળવ્યા બાદ ઘણા બધા લોકોનો આભાર માન્યોહતો .

(9:09 am IST)
  • રાહુલે ૫ હજાર કરોડનું કર્યુ કૌભાંડ : બીજેપીના કોંગ્રેસ અધ્યક્ષ પર આકરા પ્રહારો : રાહુલ ગાંધી ગમે ત્યારે ટ્વીટ કરે છે, તેણે કાળા નાણાનો ઉપયોગ કર્યો છે : ૫ હજાર કરોડનું કૌભાંડ પણ તેણે કર્યુ છે : શેલ કંપની પાસેથી રાહુલે લીધી છે લોન : માલ્યાની મદદ ગાંધી પરિવારે કરી છે : રાહુલનું હવાલાથી કનેકશન છે : બીજેપીના જબરા પ્રહારો access_time 4:05 pm IST

  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST

  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST