Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

રાફેલના ઉડાણની ટ્રેનિંગ લેવા ફ્રાન્સ પહોંચી વાયુસેનાની છ સભ્યોની ટીમ

નવી દિલ્હી :ફ્રાંસિસ કંપની ડસૉલ્ટથી મળનાર ફાઈટર જેટ રાફેલને લઈને ભારતમાં ભલે વિવાદ ચાલી રહ્યો હોય, પરંતુ ઈન્ડિયન એર ઓરફોર્સે પોતાની એક ટીમને રાફેલ ઉડાણની ટ્રેનિંગ માટે ફ્રાન્સ મોકલી દીધી છે. ઈન્ડિયન એરફોર્સની એક 6 સભ્યોની ટીમ ફ્રાન્સ પહોંચી ગઈ છે, જેમાં એક પાયલટ, એક એન્જિનિયર અને ચાર ટેક્નિશિયન સામેલ છે. 2022 સુધીમાં 36 રાફેલ જેટ મળશે.

(7:52 pm IST)
  • તાપી:કાકરાપાર પોલીસ મથકમાં નોંધાયેલ 12 વર્ષીય બળા સાથેનો દુષ્કર્મ મામલો:બાળકીની માતા દ્વારા બાળકીના પિતા અને અન્ય એક વ્યક્તિ પર કરાઈ હતી બળાત્કાર ની ફરિયાદ: બાળકીએ સુરત સિવિલમાં હાલ થોડા દિવસ અગાઉ આપ્યો હતો બાળકને જન્મ:બાળકના ડીએનએ શકમંદો સાથે ટેસ્ટ કરતા થયો ખુલાસો:શકમંદ પિતા અને અન્ય એક ઈસમના ડીએનએ બાળક સાથે મેચ ન થયા:પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 12:03 am IST

  • પેટ્રોલ - ડિઝલના ભાવવધારા સામે છત્તીસગઢમાં કોંગ્રેસના ધારાસભ્યો - નેતાઓ બળદગાડા સાથે વિધાનસભા પહોંચ્યા : અનોખો વિરોધ - દેખાવ : પોલીસે રોકયા તો બેરીકેટ્સ હટાવી આગળ વધ્યા : કાર્યકરોની સાથે બળદગાડામાં ભોજન લીધુ access_time 3:44 pm IST

  • અમદાવાદ :એસ જી હાઇવે પર દૂધ ઢોળવાનો કેસ:સોલા પોલીસે કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારી :આ કેસમાં અલ્પેશ ઠાકોરની કથિત સંડોવણીને લઈને આપવામાં આવી નોટીસ access_time 12:45 am IST