Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

પાકિસ્તાનના પેશાવરમાંથી શીખોની હિજરત શરૂ : છાશવારે હત્યાનો ભોગ બનતા શીખો વતન ભારતમાં પરત ફરશે અથવા અન્ય વિસ્તારોમાં વસવાટ કરશે

પેશાવર : પાકિસ્તાનના પેશાવરમાં વસતા શીખ સમુદાય ઉપર થતા છાશવારે હુમલાઓથી તંગ આવી જઇ ૬૦ ટકા જેટલા શીખ પરિવારોએ ઉચાળા ભરી લઇ અન્ય વિસ્તારો માં રહેવાનું અથવા તો ભારતમાં આવવાનું શરૂ કરી દીધુ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

હાલમાં પેશાવરમાં ૩૦ હજાર જેટલા શીખો વસે છે. તેમાંથી ૬૦ ટકાનું સ્થળાંતર થઇ રહ્યું છે. જે અંગે પ્રતિભાવ આપતા બાબા ગુરપાલ સિંઘએ જણાવ્યું હતું કે પેશાવરમાં શીખોનો નરસંહાર શરૂ થઇ ગયો છે. હજુ થોડા દિવસ પહેલા જ શીખ ધર્મગુરૂ ચરણજીત સિંહની ખુલ્લેઆમ હત્યા થઇ હતી. અગાઉ પણ થયેલી આવી અનેક હત્યાઓના આરોપીઓ પકડાયા નથી. શીખોનો પહેરવેશ અને પાઘડી આ માટે નિમિત બની રહ્યાં હોવાનું જણાય છે. એક અનુમાન એવું પણ છે કે તાલિબાની આતંકવાદીઓ આ હત્યાઓ કરી રહ્યાં છે.

(11:31 am IST)
  • મુંબઇમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ : મુંબઇના વર્લીમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગીઃ ૧૦ થી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળેઃ ફાયર રેસ્કયુની કામગીરી ચાલુ access_time 3:46 pm IST

  • રાજસ્થાનમાં ભાજપના પૂર્વ નગરસેવિકાનો આપઘાત : બૂંદીના ભાજપના પૂર્વ નગરસેવિકા મમતા વર્માએ ઘરકંકાસથી કંટાળીને ગળેફાંસો ખાદ્યો : ઇન્દિરા કોલોનીમાં રહેતા મમતાએ સાડીનો ફાસો બનાવી આપઘાત કર્યો : તેના પુત્ર સાથે ઝઘડો થતા અંતિમ પગલું ભર્યું access_time 11:52 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST