મુખ્ય સમાચાર
News of Wednesday, 13th June 2018

પાકિસ્તાનના પેશાવરમાંથી શીખોની હિજરત શરૂ : છાશવારે હત્યાનો ભોગ બનતા શીખો વતન ભારતમાં પરત ફરશે અથવા અન્ય વિસ્તારોમાં વસવાટ કરશે

પેશાવર : પાકિસ્તાનના પેશાવરમાં વસતા શીખ સમુદાય ઉપર થતા છાશવારે હુમલાઓથી તંગ આવી જઇ ૬૦ ટકા જેટલા શીખ પરિવારોએ ઉચાળા ભરી લઇ અન્ય વિસ્તારો માં રહેવાનું અથવા તો ભારતમાં આવવાનું શરૂ કરી દીધુ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

હાલમાં પેશાવરમાં ૩૦ હજાર જેટલા શીખો વસે છે. તેમાંથી ૬૦ ટકાનું સ્થળાંતર થઇ રહ્યું છે. જે અંગે પ્રતિભાવ આપતા બાબા ગુરપાલ સિંઘએ જણાવ્યું હતું કે પેશાવરમાં શીખોનો નરસંહાર શરૂ થઇ ગયો છે. હજુ થોડા દિવસ પહેલા જ શીખ ધર્મગુરૂ ચરણજીત સિંહની ખુલ્લેઆમ હત્યા થઇ હતી. અગાઉ પણ થયેલી આવી અનેક હત્યાઓના આરોપીઓ પકડાયા નથી. શીખોનો પહેરવેશ અને પાઘડી આ માટે નિમિત બની રહ્યાં હોવાનું જણાય છે. એક અનુમાન એવું પણ છે કે તાલિબાની આતંકવાદીઓ આ હત્યાઓ કરી રહ્યાં છે.

(11:31 am IST)