Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

સેબીને ઓફર ડોકયુમેન્ટ સુપ્રત કર્યા

NCDEXનો IPO આવે છેઃ રૂ.૫૦૦ કરોડ ઉભા કરવાની યોજના છે

મુંબઈ, તા. ૧૩ :. નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એકસ્ચેન્જ (એનસીડીઈએકસ)એ સેબીને આઈપીઓ માટે ઓફર ડોકયુમેન્ટસ સુપરત કર્યા છે. કંપની લગભગ રૂ. ૫૦૦ કરોડનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આઈપીઓમાં રૂ. ૧૦૦ કરોડના નવા શેર્સ અને વર્તમાન શેરધારકો દ્વારા ૧,૪૪,૫૩,૭૭૪ શેર્સના ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.

મર્ચન્ટ બેન્કિંગ સૂત્રોના જણાવ્યા અનુસાર ઈશ્યુ દ્વારા લગભગ રૂ. ૫૦૦ કરોડનું ભંડોળ એકત્ર થવાનો અંદાજ છે. આ સાથે બીએસઈ અને એમસીએકસ પછી ત્રીજું એકસ્ચેન્જ સ્ટોક એકસ્ચેન્જ પર લીસ્ટ થશે. આઈપીઓમાં શેર્સ વેચનારી એન્ટિટીમાં બિલ્ડ ઈન્ડીયા કેપિટલ એડવાઈઝર્સ એલએલપી, કેનરા બેન્ક, ઈન્ડીયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર્સ કો-ઓપરેટીવ, ઈન્વેસ્ટકોર્પ પ્રાઈવેટ ઈકિવટી ફંડ-૧નો સમાવેશ થાય છે. જેપી કેપિટલ સર્વિસિસ, નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, ઓમાન ઈન્ડીયા જોઈન્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને પંજાબ નેશનલ બેન્ક પણ હિસ્સાનું વેચાણ કરશે. એનસીડીઈએકસના કેટલાક ચાવીરૂપ રોકાણકારોમાં એનએસઈ, એલઆઈસી, નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. ઈન્ડીયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટીવ, ઓમાન ઈન્ડીયા જોઈન્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ, પીએનબી, કેનરા બેન્ક, બિલ્ડ ઈન્ડીયા કેપીટલ એડવાઈઝર્સ એલએલપી અને ઈન્વેસ્ટકોર્પ પ્રાઈવેટ ઈકિવટી ફંડ-૧ પણ એકસ્ચેન્જમાં હિસ્સો ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, એનસીડીઈએકસ અગ્રણી કૃષિ કોમોડિટી એકસ્ચેન્જ છે અને ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેકટસમાં જણાવ્યા અનુસાર એનએસઈ તેમા ૧૫ ટકા હિસ્સો ધરાવે છે. એલઆઈસી અને નાબાર્ડ તેમા ૧૧.૧૦ ટકા, ઈફકો ૧૦ ટકા, ઓઆઈજેઆઈએફ ૧૦ ટકા અને પીએનબી ૭.૨૯ ટકા હિસ્સો ધરાવે છે.

(11:37 am IST)