Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

દિલ્હીમાં બધું જ મફતમાં આપવા છતાં સરકારનો ખજાનો છલકાયો : અન્ય રાજયોની તુલનાએ GDPમાં પણ આગળ

નવી દિલ્હી : દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલી શાનદાર જીત બાદ હવે એવી વાતો થવા લાગી છે કે, કેજરીવાલ સરકાર ટેકસપેયર્સના પૈસા મફતિયું આપવામાં ઉડાવી રહ્યા છે. પણ તેમાં કેટલી સચ્ચાઈ છે, શું કેજરીવાલ દિલ્હી સરકારનો ખજાનો ખાલી કરી રહ્યા છે. તે જાણવું રસપ્રદ છે.

આમ આદમી પાર્ટીએ પોતાના શાસનમાં ઝડપી વૃદ્ઘિની સાથે સાથે રાષ્ટ્રીય જીડીપીમાં પણ પોતાની ભાગીદારી વધારી છે. દિલ્હીના જીડીપીમાં પાંચ વર્ષમાં ૧૧.૮ ટકાનો વધારો થયો છે.

કેજરીવાલ સરકારના મફત વિજળીનો ફાયદો ૨૬ લાખ ગ્રાહકોનો થયો છે, જેમણે ૨૦૦ યુનિટથી ઓછો વપરાશ કર્યો છે. જયારે ૧૪ લાખ લોકોએ ૨૦૦થી ૪૦૦ યુનિટ સુધીનો વપરાશ કર્યો છે.

દિલ્હીમાં કુલ ૪૭ લાખ વિજળી કનેકશનના ગ્રાહકો છે. ૨૦૧૮-૧૯માં કેજરીવાલ સરકારે ૧૬૯૯ કરોડ રૂપિયા ફકત વિજળીની સબ્સિડી માટે જ આપ્યા છે. વિતેલા દિવસોમાં વિજળીના દરમાં કોઈ વધારો કર્યો નથી. તેમ છતાં પણ દિલ્હીમાં વિજળી બિલ સૌથી ઓછુ આવે છે.

પાણી પર લગભગ સાડા ચારસો કરોડની સબ્સિડી પહેલા જ આપી દીધી છે. મફત મેટ્રોની સફરની સુવિધામાં પણ ૧૫૦૦ કરોડથી વધારીને ૨૦૦૦ કરોડ કરી દીધા છે. ઉપરાંત ડીટીસી બસમાં મહિલાઓની મફત મુસાફરી પર દિલ્હી સરકાર વર્ષે ૧૪૦ કરોડનો ખર્ચ કરશે.

(11:35 am IST)