Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

નાગરિકતા સંશોધન બિલને રાષ્ટ્રપતિની મંજૂરી : વિધેયક બન્યો કાયદો

લોકસભા અને રાજ્યસભામાં બિલ પાસ થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિલને મંજૂરી આપી દીધી

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન બિલ-2019 રાજ્યસભામાં પાસ થયો હતો આ અગાઉ આ વિધેયક લોકસભામાં પણ પાસ કરાયો હતો બાદમાં આજે રાત્રે રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી દેતા હવે અબીલ કાયદામાં પરિવર્તિત થયું છે

 રાજ્યસભામાં આ બિલના સમર્થનમાં 125 મત પડયા હતા જયારે વિરોધમાં 105 વોટ પડ્યા હતા આ પહેલા બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાના પ્રસ્તાવને નામંજૂર કરી દેવાયો હતો

 આ કાનૂન બાદ દેશના અલગ અલગ હિસ્સામાં ગેરકાયદે રહેતા અપ્રવાસીઓ માટે પોતાના નિવાસનો કોઈ પ્રમાણપત્ર નહિ હોવા છતાં નાગરિકતા હાંસલ કરવું સરળ બનશે

 

(12:35 am IST)