Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

સુપ્રસિધ્ધ આસામીઝ ફિલ્મ અભિનેતા જતીન બોરાએ ભાજપ છોડી આંદોલનમાં ઝંપલાવ્યું

અમે મરી રહયા છીએ, જીવતા રહેવા માટે નિકળી પડયા છીએઃ ભાજપ સરકાર સૌથી મોટી જુઠી સરકાર છેઃ આસામમાં કર્ફયુ-લશ્કર છતાં લોકો રસ્તા ઉપર ઉતરી પડયા

ગૌહત્તીઃ તા.૧૨, આસામ ત્રીજા દિવસે પણ ભભૂકી રહયું છે ત્યારે આસામના સુપ્રસિધ્ધ ફિલ્મ અભિનેતા અને ભાજપ સરકાર દ્વારા ચલાવાતા ફિલ્મ ફિનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન જતીન બોરાએ લોકોની હાકલ ઝીલી લઇ હોદાનું ભાજપમાંથી રાજીનામું આપી આસામના લોક આંદોલનમાં જોડાઇ ગયા છે.

 દરમિયાન શ્રી ગર્ગે કહયું કે હું પ્રત્યેક આસામીને બહાર આવવા અને સીટીઝનશીપ એમેન્ડમેન્ટ બીલનો વિરોધ કરવા હાકલ કરૂ છું  તાજેતરમાં જ કોટન યુનિવર્સીટી ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને વિવાદી ખરડા વિરૂધ્ધ મારો વિરોધ ચાલુ રાખીશ.

કર્ફયુ અને લશ્કરની તૈનાતી છતા લોકો સડકો ઉપર ઉતરી આવ્યા છે. આગજની -હિંસા સર્જી છે અને કહે છે કે અમે મરી રહયા છીએ, જીવતા રહેવા માટે નિકળ્યા છીએ, ભાજપ સરકાર સૌથી જુઠાડી સરકાર છે. અહિં  દેશના બીજા ભાગોમાંથી લોકો આવી જશે તો તેમની નોકરી, ખોરાક અને બીજી બધી ચીજો જોઇશે. સરકાર આ બધુ પહેલા અમને આપે, પછી કોઇ બીજાને આપે.

(4:00 pm IST)