Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

આસામના લોકોના હિતોની રક્ષા થશે, ડરવાની જરૂર નથી

આસામમાં થઇ રહેલી હિંસા મુદ્દે વડાપ્રધાને ટ્વિટ કરીને શાંતિની કરી અપીલ

નવી દિલ્હી,તા.૧૨: લોકસભા બાદ રાજયસભામાં નાગરિકતા સંશોધન બિલ પસાર થયું હતું. આ બિલનો અસમમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. જેને લઈને PM નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. PMએ ટ્વિટ દ્વારા અસમના લોકોને ચિંતા ન કરવા જણાવ્યું છે અને ખાતરી આપી છે કે અસમના લોકોના હિતોની રક્ષા થશે. અસમની પરંપરા અને સંસ્કૃતિની કોઈ છીનવી નહીં શકે અને તે સતત વિકાસ કરશે.

નાગરિકતા સંશોધન બિલને લઈને પૂર્વોત્ત્।ર રાજયોમાં વિરોધ વધતો જોવા મળી રહ્યો છે.અનેક જગ્યાઓએ આગચંપીની દ્યટનાઓ બની રહી છે. અસમમાં ત્રીજા દિવસે પણ હિંસક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે જેના કારણે અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. રાજયમાં સીઆરપીએફની ૧૦ કંપનીઓ હાજર કરી દેવામાં આવી છે.

 PMએ ટ્વિટ દ્વારા આસામના લોકોને ચિંતા ન કરવા જણાવ્યું છે અને ખાતરી આપી છે કે આસામના લોકોના હિતોની રક્ષા થશે. આસામની પરંપરા અને સંસ્કૃતિની કોઈ છીનવી નહીં શકે અને તે સતત વિકાસ અને વિકાસ કરશે.

નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં અસમમાં હિંસા ફેલાઈ રહી છે. આ સાથે જ અહીં અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. અસમમાં ૩૧ ટ્રેન રદ થઈ છે. તો અનેક વિસ્તારોમાં કર્ફ્યુ પણ લગાવી દેવામાં આવ્યો છે.

કોલકત્ત્।ા હવાઈ મથકના અધિકારીના જણાવ્યા અનુસાર કોલકત્ત્।ાથી ડિબ્રૂગઢ જનારી દરેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ઈન્ડિગોએ ડિબ્રૂગઢથી આવનારી અને જનારી દરેક ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. મળતી માહિતી અનુસાર આ યાત્રીઓ વૈકલ્પિક ફ્લાઈટ્સ મેળવી શકે છે અને સાથે જ રિફંડ પણ મેળવી શકે છે.

(1:21 pm IST)