Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

અત્યારના સમયમાં પરિવારોની આર્થિક સ્થિતી બગડવાના મુખ્ય કારણો કયા છે ?

છેલ્લા ૧૦ વર્ષમાં મોટાભાગના ઘરોની આર્થિક સ્થિતિ બગડવાના મુખ્ય ૧૦ કારણ

(૧) ઘરના બધાજ સભ્યો પાસે મોંઘા સ્માર્ટ ફોન

(ર) દેખાદેખીમાં બહાર ફરવા જવાનો ટ્રેન્ડ

(૩) બાઇકથી ચાલતુ હોય તો પણ સ્ટેટસ માટે કાર લેવાનો ટ્રેન્ડ

(૪) ઘરમાં બનેલુ ઓછું ખાવું, વિકેન્ડમાં બહાર જમવા જવાનો ચસ્કો

(પ) બ્યુટી પાર્લર, સલૂન, બ્રાન્ડેડ કપડાનું વળગણ

(૬) જન્મદિવસ અને મેરેજ એનિવર્સરીમાં પૈસાનો ખોટો અને વધુ પડતો ધુમાડો

(૭) સગાઇ અને લગ્નમાં ભભકો દેખાડવા ગજા બહાર પૈસા ખોટો વેડફાટ

(૮) પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાની ફેશન અને સ્કૂલ તથા ટયુશન ફીમાં વધારો

(૯) ખોટી લાઇફસ્ટાઇલના કારણે મેડીકલ ખર્ચામાં વધારો

(૧૦) લોનનું ઉંચુ વ્યાજ અને ક્રેડિટ કાર્ડના કારણે વધુ વસ્તુઓ ખરીદવાની કૂટેવ

આ ખર્ચાઓ મુજબ કમાણીમાં વધારો થઇ રહ્યો નથી, પરિણામે મોટાભાગના ઘરોમાં અશાંતિ છે. જરૂરિયાત વગરના ખર્ચાઓ ઓછા કરો. માણસની મુળ જરૂરીયાત રોટી, કપડા અને મકાનની હતી, છે અને રહેશે. હવે ચેતી જાવ અને તમારી આવનારી પેઢીનો જરાક વિચાર કરો. (સોશ્યલ મીડીયા ઉપર ખુબ ફોરવર્ડ થઇ રહેલ મેસેજ)

(11:39 am IST)