Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

આસામના દિબ્રુગઢમાં સંઘની ઓફિસ મધરાતે સળગાવી દીધી

ગૌહતીમાં લશ્કરની ફલેગ માર્ચઃ કર્ફયુનો સખ્ત અમલ

ગૌહતીઃ જાણીતા પત્રકાર અને ડેકકન ક્રોનીકલ ત્થા એશીયન એઇજ સાથે સંકળાયેલા શ્રી મનોજ આનંદ તેમના ટવીટર હેન્ડલ ઉપર જણાવે છે કે ગઇ રાત્રે દિબ્રુગઢ ખાતેની રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની ઓફીસ સળગાવી દીધી છે. દરમિયાન ગૌહતીમાં આગજની હિંસાના પગલે કર્ફયુ લાદી દેવાયો છે. સવારથી ગૌહતીમાં લશ્કરે ફલેગ માર્ચ હાથ ધરી અનિશ્ચિત મુદતના કર્ફયુના કડક અમલ માટે પગલા હાથ ધર્યા છે.

સીટીઝન એમેન્ડમેન્ટ બીલના વિરોધમાં બે દિવસથી આસામ ભડકે બળતા  અનિશ્ચિત મુદતનો કર્ફયુ લાદી દેવાયો છે.

ઠેર ઠેર હિંસા, આગજની, લાઠીચાર્જ, ટીયરગેસ, ફાયરીંગ, અથડામણની ઘટનાઓ બહાર આવી રહી છે.

(11:34 am IST)