Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ઉધ્ધવ સરકાર ૬ મહિનાય નહિ ટકે

બુકીઓ કહે છે.. સરકાર સ્થિર નથીઃ કરોડોનો સટ્ટો

મુંબઈ, તા.૧૨: મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીની સરકારનું ગઠન થયા એને પખવાડિયું થવા આવ્યું હોવા છતાં હજી સુધી પ્રધાનમંડળનું વિસ્તરણ અથવા તો ખાતાની ફાળવણી કરવામાં આવી નથી. રાજયમાં પ્રધાનમંડળનું વિસ્તરણ અટકવાનું કારણ ત્રણેય પક્ષોની સરકારમાં ખાતાની ફાળવણીના મુદ્દે સર્જાયેલી મડાગાંઠને ગણવામાં આવી રહી છે. આવા સંજોગોમાં દેશના મોટા બૂકીઓના મતે આ સરકાર ૬ મહિનાથી વધુ નહીં ટકે એવા સંકેત મળ્યા છે.

વાસ્તવમાં મહારાષ્ટ્રની સરકારના પતન માટે સટ્ટો ખોલવામાં આવ્યો છે અને ઈન્દોર અને જયપુરના મોટા બૂકીઓએ મહારાષ્ટ્ર સરકારના છ મહિનામાં પતન માટે બાવન પૈસાનો ભાવ ખોલ્યો છે. આખા દેશમાં કરોડોનો સટ્ટો સરકારની સ્થિરતા પર લાગ્યો છે.

રાજયમાં વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ ૧૦૦થી વધુ બેઠકો મેળવશે એવો અંદાજ પણ બૂકીઓ દ્વારા જ વ્યકત કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે કોઈપણ રાજકીય સ્થિતિઓનો અચુક અંદાજ બૂકીઓને માનવામાં આવે છે. બૂકીઓના અંદાજ મોટા ભાગની સ્થિતિમાં સાચા પડતાં હોવાથી રાજયમાં આગામી છ મહિનામાં ત્રિપક્ષી સરકારનું પતન થાય એવી શકયતા જોવાઈ રહી છે.

(10:40 am IST)