Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

વર્ષ ૨૦૧૮માં અમેરિકાએ ૧૦ હજાર ભારતીયોની ધરપકડ કરી

૮૩૧ ભારતીયોને અમેરિકન સરકારે દેશ બહાર તગેડયાઃ રાષ્ટ્રીય સુરક્ષા, પ્રજા સુરક્ષા તેમજ ઇમિગ્રેશન જેવા મામલાઓમાં ૧૦૦૦૦ની ધરપકડ કરાઇ

વોશિંગ્ટન, તા૧૨: અમેરિકામાં વિદેશીઓની ધરપકડ મુદ્દે તાજેતરમાં આવેલા રિપોર્ટે મહત્વનો ખુલાસો કર્યો છે. જે મુજબ અમેરિકન સરકારી એજન્સીઓએ વર્ષ ૨૦૧૮માં ૧૦,૦૦૦થી વધારે ભારતીયોની ધરપકડ કરી હતી. એજન્સીએ તમામની રાષ્ટ્રીય સુરક્ષા કે જન સુરક્ષા માટે ખતરા જેવા મુદ્દે ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું. 

આ સરકારી રિપોર્ટ મુજબ ધરપકડ કરાયેલા ૧૦,૦૦૦ ભારતીયોમાંથી ૮૩૧ને અમેરિકાની બહાર ધકેલી દેવામાં આવ્યા છે.

ઇમેગ્રેશનૅં ધરપકડ, કસ્ટડી અને બહાર મોકલવા અને જનસંખ્યા સાથે જોડાયેલા મુદ્દે શીર્ષક વાળી આ રિપોર્ટને અમેરિકન સરકારની એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. અમેરિકા ઇમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ દ્વારા કસ્ટડીમાં લેવાયેલા ભારતીયોની સંખ્યા ૨૦૧૫થી ૨૦૧૮ની વચ્ચે લગભગ બે ગણી થઇ છે.

આઇસીઇએ ૨૦૧૫માં ૩,૫૩૨ ભારતીયોને કસ્ટડીમાં લીધા હતા. ૨૦૧૬માં ૩,૯૧૩, ૨૦૧૭માં ૫,૩૨૨ અને ૨૦૧૮માં ૯,૮૧૧ ભારતીયોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ૨૦૧૮માં ૮૩૧ ભારતીયોને અમેરિકામાંથી તગેડી મુકવામાં આવ્યા હતા. આ આંકડો ૨૦૧૫માં ૨૯૬, ૨૦૧૬માં ૩૮૭ અને ૨૦૧૭માં ૪૭૪ હતો.

(10:40 am IST)