Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

મુંબઈમાં EDએ ગેંગસ્ટર ઇકબાલ મિર્ચીની 600 કરોડની મિલકતો ટાંચમાં લીધી

તમામ મિલકતો ઇકબાલ મિર્ચી દ્વારા તેના પરિવાર અને સબંધીઓના નામે

 

મુંબઇમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેંગસ્ટર ઇકબાલ મિર્ચી કેસમાં ઇકબાલ મિર્ચીની કેટલીક સ્થાવર મિલકતોને પ્રોવિઝનલ રૂપે સીઝ કરી દીધી છે. આ સંપત્તિની માર્કેટ વેલ્યુ આશરે 600 કરોડ રૂપિયા થતી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગેંગસ્ટર ઇકબાલ મિર્ચીની પ્રોવિઝનલ સીઝ મિલકતોમાં મુંબઇ સ્થિત સીઇજે હાઉસ, વરલીનો ત્રીજો અને ચોથો માળ, અરુણ ચેમ્બર્સ, તારદેવી ખાતેની ઓફિસ, સાહિલ બંગલા, વરલીમાં 3 ફ્લેટ, ક્રોફોર્ડ માર્કેટમાં 3 વાણિજ્યિક દુકાન અને લોનાવાલાનો બંગલો અને જમીન શામેલ છે. , આ તમામ મિલકતો ઇકબાલ મિર્ચી દ્વારા તેના પરિવાર અને સબંધીઓના નામે હસ્તગત કરાઈ હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગેંગસ્ટર ઇકબાલ મિર્ચીની માલિકીની મિલકતો ખરીદવાનાં મામલે NCPનાં નેતા અને પૂર્વ કેન્દ્વીય મંત્રી પ્રફૂલ પટેલને પણ EDએ સમન્સ પાઠવ્યું હતું. અને આ મામલે પ્રફૂલ પટેલ પણ તપાસનો સામનો કરી રહ્યા છે.

(12:24 am IST)