Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

''લીડ ઇન હિલ્સ'' : મહિલાઓ ઉપર આચરાતી ઘરેલું હિંસા, બળાત્કાર, એસિડ એટેક, સહિતની ઘટનાઓ સામે રક્ષણ આપી પગભર કરવા કાર્યરત ઓર્ગેનાઇઝેશનઃ કેલિફોર્નિયામાં ઇન્ડિયન કોમ્યુનીટી સેન્ટર ખાતે યોજાયેલા પ્રથમ વાર્ષિક ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ૩૧ હજાર ડોલર ભેગા થયા

કેલિફોર્નિયાઃ બે એરીયામાં વસતા પરિવારોની મહિલાઓ ઉપર આચરાતી ઘરેલુ હિંસા, બળાત્કાર, એસિડ એેટેક સહિતની ઘટનાઓ સામે રક્ષણ આપી તેમના સશકિતકરણ માટે તથા તેમને પગભર કરવા કાર્યરત ઓર્ગેનાઇઝેશન ''લીડ ઇન હિલ્સ''નો પ્રથમ વાર્ષિક ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર મિલ્પીટાસ કેલિફોર્નિયા મુકામે યોજાઇ ગયો. જેમાં ૩૧ હજાર ડોલરનું ફંડ ભેગુ થયું હતું.

આ પ્રસંગે લીડના પ્રેસિડન્ટ સુશ્રી પુનિત્મા મલહોત્રા, ચેરપર્સન સુશ્રી પપિહા નાન્દી, સુશ્રી ત્રિવેણી આચાર્ય, સારા તોગા કાઉન્સીલ મેમ્બર શ્રી રિષી કુમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમો, ફેશન શો, સહિત વિવિધ આયોજનો કરાયા હતા.

(8:58 pm IST)