Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી લીડર શ્રી દિલીપ બુટાનીનું નિધનઃ વેકેશનમાં મુંબઇ આવેલા ૭૦ વર્ષીય શ્રી બુટાનીએ પ ડિસેં.ના રોજ અંતિમ શ્વાસ લીધા

કેલિફોર્નિયાઃ ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી લીડર શ્રી દિલીપ બુટાનીનું ૫ ડિસેં.૨૦૧૯ના રોજ ભારતના મુંબઇ મુકામે અવસાન થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. તેઓ સાઉધર્ન કેલિફોર્નિયામાં અનેક ઓર્ગેનાઇઝેશન્શ સાથે જોડાયેલા હતા.

૭૦ વર્ષીય શ્રી બુટાની વેકેશન માણવા દુબઇ જઇ ભારત આવ્યા હતા. જયાં મુંબઇ સ્થિત તેમના ફલેટમાં રોકાયા હતા. તેઓ મૃત્યુના દિવસ સુધી સાજા નરવા હતા. પરંતુ અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયો હોવાનું તેમણે તેમના પત્ની સુશ્રી રત્નાને જણાવતાં તેમના પત્ની સુશ્રી રત્નાને જણાવતાં તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતા. જયાં તબીબોએ તેમને મૃત્યુ પામેલ જણાવ્યા હતા.

સ્વ.બુટાનીના અવસાનથી સાઉધર્ન કેલિફોર્નિયા સ્થિત તેમના ચાહકોમાં આઘાતનું મોજુ કરી વળ્યું હોવાનું જાણવા મળે છે.   

 

(8:50 pm IST)