Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

હિમાચલ પ્રદેશની ચૂંટણી મહિલાઓ માટે અઘરીઃ પપ વર્ષમાં ફકત ૪૦ મહિલાઓ જીતી

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં ૮ ડીસેમ્બરે નકકી થઇ જશે કે આ પહાડી રાજયમાં કયા પક્ષનું શાસન આવશે. જો ઉમેદવારોની વાત કરીએ તો રાજયની વિધાનસભા ગત ૫૫ વર્ષથી મોટી સંખ્યામાં મહિલા ભાગીદારીની વાટ જોઇ રહી છે. આંકડાઓ દર્શાવે છે કે અત્યાર સુધીમાં ફકત ૪૦ મહિલાઓ જ વિધાનસભાં પહોંચી શકી છે.

રાજયની રચનાથી અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશને મહિલા મુખ્યમંત્રી નથી મળ્યા. રાજયના વર્તમાન સીએમ જયરામ ઠાકુર છે. અત્યાર સુધીના આંકડાઓ જોઇએ તો ૧૯૬૭થી અત્યાર સુધીમાં ૨૦૬ મહિલા ઉમેદવારોએ ચૂંટણી લડી છે અને માત્ર ૪૦ મહિલાઓ જ વિધાનસભામાં પહોંચી શકી છે, જયારે ૧૦૫ મહિલાઓની ડીપોઝીટ જપ્ત થઇ છે.

આ વખતે પણ હિમાચલ પ્રદેશના ચૂંટણી મેદાનમાં ૨૪ મહિલાઓ ચૂંટણી લડી રહી છે. આ ૨૪ ઉમેેદવારોમાંથી ૬ ભાજપાની અને ૫ અપક્ષ છે. તો કોંગ્રેસ ૩ અને આમ આદમી પાર્ટીએ ૫ મહિલા ઉમેદવારો ઉભા રાખ્યા છે.

(4:18 pm IST)