Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

સુશાંતસિંહની બહેન મીતૂ સિંહની ઇડીએ સતત નવ કલાક પૂછપરછ કરી

મુંબઇ : સુશાંતસિંહ આપઘાત કેસ મામલે ઇડીએ તેની બહેન મીતૂ સિંહની નવ કલાક સુધી પુછપરછ કરી. ઇડીની ઓફિસે મિતૂસિંહે નિવેદન નોંધાવ્યુ છે. આ પહેલા ઈડીએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની પણ પુછપરછ કરી હતી. ઇડીનીપુછપરછ દરમ્યાન રિયા સહકાર ન આપતી હોવાની માહિતી પણ સામે આવી છે. ઈડી રિયાના પિતાની પણ પુછપરછ કરી ચુકી છે. સુશાંતના પિતાનો આક્ષેપ છે કે, ૧૫ કરોડનો ગોટાળો કરવામાં આવ્યો છે.

સૂત્રોથી મળેલી માહિતીના આધારે જાણવા મળ્યું છે કે ઇડીએ રિયાના પરિવારજનોના ૪ મોબાઈલ હેન્ડસેટ જપ્ત કર્યા છે. જેમાં ૨ મોબાઈલ રિયાના, ૧ મોબાઈલ તેના ભાઈ શોવિકનો અને ૧ મોબાઈલ તેના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીનો છે. મોબાઈલ ફોન સિવાય ૨ આઈપેડ અને ૧ લેપટોપ પણ ઈન્દ્રજીત ચક્રવર્તીએ ઈડી સમક્ષ જમા કરાવ્યું છે.

(1:57 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 23 લાખને પાર પહોંચ્યો : 16 લાખથી વધુ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : રાત્રે 9 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના નવા 55,602 કેસ વધતા કુલ કેસની સંખ્યા 23,22,755 થઇ : એક્ટિવ કેસ 6,42,864 થઇ : વધુ 51,716 દર્દીઓ સાજા થતા કુલ 16,33,356 દર્દીઓ રિકવર થયા : વધુ 709 લોકોના મોત સાથે મૃત્યુઆંક 46,062 થયો access_time 9:21 pm IST

  • ખંભાળિયામાં આધેડને કોરોના પોઝીટીવ :તાલુકા પંચાયત પાછળ રહેતા આધેડની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી : તેની પુત્રી ગઈકાલે અમદાવાદથી આવેલ અને તેણીનો કોવીડ રિપોર્ટ નેગેટીવ આવેલ છે : દર્દીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા access_time 5:42 pm IST

  • લોન દેવા માફીની મુદત હવે નહિ વધે? : ટોચના વર્તુળો જણાવે છે કે આ મહિના પછી દેવા- માફીની મુદત લંબાવવાની તરફેણમાં મોદી સરકારન નથી. (ન્યુઝફર્સ્ટ) access_time 4:02 pm IST