મુખ્ય સમાચાર
News of Wednesday, 12th August 2020

સુશાંતસિંહની બહેન મીતૂ સિંહની ઇડીએ સતત નવ કલાક પૂછપરછ કરી

મુંબઇ : સુશાંતસિંહ આપઘાત કેસ મામલે ઇડીએ તેની બહેન મીતૂ સિંહની નવ કલાક સુધી પુછપરછ કરી. ઇડીની ઓફિસે મિતૂસિંહે નિવેદન નોંધાવ્યુ છે. આ પહેલા ઈડીએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની પણ પુછપરછ કરી હતી. ઇડીનીપુછપરછ દરમ્યાન રિયા સહકાર ન આપતી હોવાની માહિતી પણ સામે આવી છે. ઈડી રિયાના પિતાની પણ પુછપરછ કરી ચુકી છે. સુશાંતના પિતાનો આક્ષેપ છે કે, ૧૫ કરોડનો ગોટાળો કરવામાં આવ્યો છે.

સૂત્રોથી મળેલી માહિતીના આધારે જાણવા મળ્યું છે કે ઇડીએ રિયાના પરિવારજનોના ૪ મોબાઈલ હેન્ડસેટ જપ્ત કર્યા છે. જેમાં ૨ મોબાઈલ રિયાના, ૧ મોબાઈલ તેના ભાઈ શોવિકનો અને ૧ મોબાઈલ તેના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીનો છે. મોબાઈલ ફોન સિવાય ૨ આઈપેડ અને ૧ લેપટોપ પણ ઈન્દ્રજીત ચક્રવર્તીએ ઈડી સમક્ષ જમા કરાવ્યું છે.

(1:57 pm IST)