Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

અમરનાથ યાત્રા : ૧૫ દિવસમાં ૧.૫ લાખ શ્રદ્ધાળુઓએ બાબાના દર્શન કર્યા

જમ્મુ, તા.૧૨ : અમરનાથ યાત્રા માટે ૩૪૧૯ ભાવિકોનો જથ્થો ઘાટીમાંથી ગુફા તરફ રવાના થયો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ છેલ્લા બે અઠવાડીયામાં ૧,૩૩,૦૦૦થી વધુ ભાવિકોએ બાબાના દર્શન કર્યા છે. વધુમાં તેમણે જણાવેલ કે ૨૮ જૂનથી શરૂ થયેલ. યાત્રા બાદ ૧,૩૩, ૪૮૧ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કરી લીધા છે. જયારે ગઈકાલે બુધવારે જ ૧૫,૬૯૬ ભાવિકો પહોંચ્યા હતા.

આ ઉપરાંત ૩૪૧૯ તીર્થયાત્રીઓ સાથે ૧૨૫ વાહનોનો કાફલો ભગવતી નગર યાત્રી નિવાસથી રવાના થયેલ. આ કાફલામાં ૨૨૧૭ યાત્રીઓ પહેલગામ માટે જયારે ૧૨૦૨ ભાવિકોનો બીજો કાફલો બાલતાલ રવાના થયેલ. પવિત્ર અમરનાથ યાત્રા ૨૬ ઓગષ્ટે પૂર્ણ થશે.(૩૭.૮)

(11:36 am IST)
  • ઉપરવાસમાં ધમધોકાર વર્ષા થતા, રાત્રે ૯ વાગ્યાથી રાજકોટની આજી નદીમાં આવ્યું ઘોડાપુર : વહી રહી છે બે કાઠે : નદીમાં પાણીનો ઘુઘવાટ જોવા લોકોના ટોળા ભેગા થયા : જુવો આજી નદીનો જલ્વો access_time 12:25 am IST

  • દ્વારકાના સમુદ્રમાં શંકાસ્પદ જહાજ નજરે પડ્યુ : ભડકેશ્વર મંદિરથી ૪ માઈલ દૂર સમુદ્રમાં શંકાસ્પદ જહાજ દેખાયાની સ્થાનિકોમાં ચર્ચા : તંત્ર અને સુરક્ષા એજન્સીઓ અજાણ : ટીવી અહેવાલ access_time 6:35 pm IST

  • પ્લાસ્ટિક પર પ્રતિબંધ બાદ યુપીની યોગી સરકારનો મોટો નિર્ણય :સ્વચ્છ ભારત મિશન માટે પ્લાસ્ટિક,પોલીથીન સહિતના ઉપયોગ પર પ્રતિબંધ બાદ આગામી 15મી ઓગસ્ટથી થર્મોકોલ અને બે ઓક્ટોબરથી તમામ ડિસ્પોઝેબલ પોલીબેગ્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકાશે access_time 1:18 am IST