Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

ઉત્તર કોરિયા ન્યુકિલયર વેપન્સને નષ્ટ કરશે તો અમેરિકા કિમ જોંગ ઉનને 'યુનિક' સિકયોરિટી આપવા તૈયાર

સીંગાપોર તા. ૧૨ : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉન આજે મંત્રણા કરશે તેની પૂર્વસંધ્યાએ સ્ટેટ સેક્રેટરી માઇક પોમ્પિયોએ જણાવ્યું હતું કે, ટ્રમ્પ આ મીટિંગને કોન્ફિડન્સ અને હકારાત્મક વલણ સાથે અટેન્ડ કરશે. જેથી આગામી દિવસોમાં નોર્થ કોરિયાના ન્યૂકિલયર ડિસઆર્મમેન્ટ્સ (પરમાણુ નિઃશ સ્ત્રીકરણ) મુદ્દે મહત્વના નિર્ણય લઇ શકાય.

પોમ્પિયોએ કહ્યું કે, જો નોર્થ કોરિયા પોતાના ન્યૂકિલયર હથિયારો નષ્ટ કરવા માટે તૈયાર થઇ જાય, તો અમેરિકા કિમ જોંગ ઉનને 'યુનિક' સિકયોરિટી આપવા માટે પણ તૈયાર છે.

(3:52 pm IST)