Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

આ છે વિશ્વનો સૌથી નાનો 4G સ્માર્ટફોન : કિંમત છે રૂ. ૨૦,૦૦૦

નવી દિલ્હી તા. ૧૨ : હાલમાં જ ફિલપકાર્ટના સર્વેમાં ખુલાસો થયો હતો કે લોકો હવે માટા ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન વધારે ખરીદતા નથી ત્યારે અમેરિકાની એક કંપનીએ વિશ્વનો સૌથી નાનો ૪જી સ્માર્ટફોન રજૂ કર્યો છે જેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. આ કંપનીનું નામ યૂનિહર્ટ્ઝ (Unihertz) છે અને સ્માર્ટફોનનું નામ યૂનિહર્ટ્ઝ એટમ (Unihertz Atom) છે. ખાસ વાત એ છે કે ફોન દ્વારા પાણીમાં પણ ફોટોગ્રાફી કરી શકાય છે, કારણ કે ફોન વોટર, ડસ્ટ અને શોકપ્રૂફ છે. તેના માટે તેને IP68 રેટિંગ મળ્યું છે.

કંપનીએ જણાવ્યું કે આ ફોન ખાસ કરીને ચાલનારા, દોડનારા અને સાઈકલિંગ કરનારા લોકો માટે બનાવાયો છે, જેથી તમને ફોન સાથે રાખવામાં મુશ્કેલી ન આવે. ફોનની કિંમત ૩૦૦ ડોલર એટલે કે ૨૦,૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે.

આ ફોનની ડિઝાઈન અલ્ટ્રા પોર્ટેબલ છે. તેની લંબાઈ ૩.૭ ઈંચની છે. આ ફોન, ડસ્ટ, વોટર, અને શોકપ્રૂફ છે જેને કારણે તેને IP68 રેટિંગ મળ્યું છે. તેમાં ૨.૪ ઈંચની ડિસ્પલે આપેલી છે, જે ૨૪૦થ૪૩૨ પિકસલ રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. આ ફોન ૨ ગીગાહર્ટઝ ઓકટા-કોર પ્રોસેસર સાથે છે. આ એપ્સને જલ્દી ઓપન કરવામાં સક્ષમ છે.

ફોટોગ્રાફી માટે ફોનમાં ૧૬ મેગાપિકલસનો રિયર કેમેરા અને ૮ મેગાપિકલસનો ફ્રંટ કેમેરા છે. તેમાં 4GB રેમ અને 64GB ઈન્ટરનલ સ્ટોરેજ આપેલી છે. ફોનમાં 2200 mAh ની બેટરી આપી છે.

કનેકિટવિટી માટે ફોનમાં બ્લૂટૂથ વર્ઝન ૪.૨, વાઈફાઈ હોટસ્પોટ જેવા ફીચર્સ આપેલા છે. આ ફોન એન્ડ્રોઈડ ૮.૧ ઓરિયો પર કામ કરે છે.

આ સ્માર્ટફોનમાં એનએફસી ફીચર સાથે ફીંગરપ્રિન્ટ સેન્સર આપેલું છે. તેની સ્ક્રીન પર ગોરિલ્લા ગ્લાસનું પ્રોટેકશન આપેલું છે. આ ફોન ડ્યૂઅલ સિમ સપોર્ટ કરે છે. બંને જ સિમ સ્લોટમાં 4G નેટવર્ક સપોર્ટ કરે છે.

(3:55 pm IST)