Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

વસુંધરા રાજે સહીત રાજસ્થાનના ટોચના નેતાઓને દિલ્હી હાઈકમાન્ડનું તેડું: તોળાતા મોટા ફેરફારો

લોકસભા ચૂંટણી સમિતિના 13 સદસ્યો સહિત 15 જેટલા નેતાઓને દિલ્હી બોલાવતા અમિતભાઇ શાહ

નવી દિલ્હી :ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારી ઝડપી બનાવી છે  અંતગર્ત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે રાજસ્થાનના મોટા નેતાઓને દિલ્હી બોલાવ્યા છે ભાજપ દરેક રાજ્યોમાં લોકસભા ચૂંટણી માટે એક કમિટીની રચના કરી છે આ કમિટીમાં રાજ્યના ભાજપના કોર કમિટી ઉપરાંત કેટલાક અન્ય મુખ્ય નેતાઓને સામેલ કરાયા છે

  રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સહીત 15થી વધુ નેતાઓને દિલ્હી બોલાવાયા છે તેમાં 13 કોર કમિટીના સદસ્ય છે આજે બપોરે 3 વાગ્યે બેઠક યોજાનાર છે લોકસભા ચૂંટણી અંતર્ગત અમિતભાઇ શાહનો દરેક રાજ્યમાં પ્રવાસ નક્કી છે આ પ્રવાસો પહેલા આ બેઠક બોલાવાઇ છે આમ તો અમિતભાઇ શાહ ખુદ રાજ્યોમાં જઈને લોકસભ ચૂંટણી માટે બનાવેલી કમિટીની બેઠક કરે છે પરંતુ રાજસ્થાનના નેતાઓને દિલ્હીમાં બોલાવીને આ બેઠક કરતા ચર્ચા જાગી છે

  સૂત્રો મુજબ બેઠક ચૂંટણી અંગે બોલાવાઇ છે પરંતુ જયપુરમાં આ બેઠક થાય તો સંભવત પ્રદેશ અધ્યક્ષ પદને લઈને સમગ્ર બેઠકમાં ચર્ચાનો વિષય બની જાય એવામાં આ બેઠક દિલ્હી બોલાવાઇ છે

  કોર કમિટીના સદસ્ય મુખ્યમંત્રી વસુંધરા રાજે,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમપ્રકાશ માથુર,રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ,રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી,સતીશ,રાજસ્થાન ભાજપના પ્રભારી અવિનાશ રે ખન્ના,કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાળ,સી,આર,ચૌધરી,પ્રદેશ મંત્રી ગુલાબચંદ કટારીયા,રાજેન્દ્ર રાઠોડ,યુનુસખાન ,અરુણા ચતુર્વેદી ,પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક પરનામી,સંગઠન મહામંત્રી ચંદ્રશેખરને બેઠક માટે બોલાવાયા છે

(3:03 pm IST)