Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

શાકભાજીની દુકાન મોડી સાંજ સુધી ચાલુ રાખવા બદલ 71 વર્ષીય વૃદ્ધ પાસે કરાવી ઉઠક-બેઠક

મધ્યપ્રદેશમાં ,લોકડાઉન વચ્ચે ચોંકાવનારી ઘટના : મોડે સુધી દુકાન ખુલી રાખતા ફોરેસ્ટ ડઉંપ્યુટી રેન્જરે આપી સજા

ભોપાલ : લોકડાઉનની વચ્ચે મધ્ય પ્રદેશના બેતૂલથી એક ચોંકાવનારી તસવીર સામે આવી છે. જ્યાં એક ફોરેસ્ટ ડેપ્યુટી રેંજરે સજા આપવા માટે એક 71 વર્ષીય વૃદ્ધ પાસે ઉઠક બેઠક કરાવડાવી. આ વૃદ્ધનો વાંક એટલો હતો કે તેણે લોકડાઉનનું પાલન નહીં કરતા શાકભાજીની દુકાન સાંજ સુધી ચાલુ રાખી હતી. જ્યારે લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા પર કોઈપણ વ્યક્તિને આ રીતે સજા આપવાનો અધિકાર ફોરેસ્ટ ડિપ્ટી રેંજર પાસે નથી.જે વૃદ્ધ યોગ્ય રીતે ચાલી નથી શકતા, તેમની સાથે આ રીતનું અમાનવીય વર્તન કરવામાં આવ્યું. વૃદ્ધની ઉઠક-બેઠક કરવાની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

71 વર્ષીય વૃદ્ધની માત્ર એ જ ભૂલ હતી કે તેણે પોતાનું ગુજરાન ચલાવવા માટે શાકભાજીની દુકાન મોડે સુધી ખુલ્લી રાખી હતી. સામાન્ય રીતે રવિવારે સાપ્તાહિક બજાર લાગે છે, જેમાં વૃદ્ધે મોડી સાંજ સુધી દુકાન ખુલ્લી રાખી. ફોરેસ્ટ ડેપ્યુટી રેંજરને તે પસંદ આવ્યું નહીં અને તેણે વૃદ્ધને સજા આપી દીધી. લોકડાઉનમાં શાકભાજીની દુકાન ખોલવાનો નિયમ સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો છે. પણ વૃદ્ધે 5 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખી હતી.

(10:16 pm IST)