Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ટ્રેનમાંથી ઉતરી બસમાં જતા શ્રમિકે લાઈન તોડી

શ્રમિકને અધિકારીએ લાત મારી

લખનૌ, તા. ૧૨ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રવાસી શ્રમિકો અને કામદારોની સાથે સન્માનજનક વ્યવહારની સતત અપીલ કરી રહ્યા છે. બીજી તરફ, કેટલાક અધિકારી એવા છે જેમના વર્તનમાં જરા પણ પરિવર્તન નથી આવી રહ્યું. આવું કંઈક પ્રતાપગઢ જિલ્લામાં જોવા મળ્યું, જ્યાં રેવન્યૂ અધિકારી મહારાષ્ટ્રથી પરત ફરેલા શ્રમિકોને લાત મારતા જોવા મળ્યા. હવે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, જિલ્લાધિકારી ડૉ. રૂપેશ કુમારે ટ્વિટ કરીને અધિકારીને ચેતવણી આપવાની વાત કહી છે. પ્રતાપગઢમાં શ્રમિક સાથે ખરાબ વર્તન અને અભદ્રતાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મૂળે, મહારાષ્ટ્રથી સ્પેશલ ટ્રેન દ્વારા શ્રમિક ત્યાં પહોંચ્યા હતા. બસમાં શ્રમિકોને ચઢવા દરમિયાન એક શ્રમિક લાઇનથી થોડો હટી ગયો, તેની પર ત્યાં હાજર ચીફ રેવન્યૂ અધિકારી યાદવે લાત મારી દીધી.

(7:57 pm IST)