Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ભૂપેન્‍દ્રસિંહનું ધારાસભ્‍ય પદ ન જળવાય તો રાજ્‍યસભાની ચૂંટણીમાં ભાજપને ભીંસ

મંત્રી પદ છોડવુ પડે તો સરકારમાં સિનીયર કેબીનેટ મંત્રીની ખોટ પડશે

રાજકોટઃ ગુજરાત હાઈકોર્ટે આજે ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ્દ કરતા ત્‍યાંથી ચૂંટાયેલા શિક્ષણ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાના ધારાસભ્‍ય પદ અને મંત્રી પદ પર જોખમ ઉભુ થયુ છેઃ કોરોનાના કારણે રાજ્‍યસભાની ૪ બેઠકોની ચૂંટણી મોકુફ રહેલ તે નજીકના ભવિષ્‍યમાં યોજાનાર છેઃ જો રાજ્‍યસભાની ચૂંટણી વખતે ભૂપેન્‍દ્રસિંહનું ધારાસભ્‍ય પદ જળવાયેલ ન હોય તો ભાજપને ૧ મતની ખોટ પડશેઃ રાજ્‍યસભાની ચૂંટણી જાહેર થઈ પછી ભાજપે કોંગ્રેસના ૫ ધારાસભ્‍યોને રાજીનામા અપાવેલઃ ભાજપના ત્રીજા ઉમેદવારને જીતવા માટે એક-એક મત નિર્ણાયક બની શકે તેમ છેઃ જો ભાજપની હાલની ૧૦૨ બેઠક ઘટીને ૧૦૧ થઈ જાય તો ભાજપે આંકડામેળ કરવા વધુ તોડફોડ કરવી પડશેઃ ભૂપેન્‍દ્રસિંહે મંત્રી પદ છોડવુ પડે તો સરકારમાં સિનીયર મંત્રીની ખોટ પડશેઃ હાલ તેમના હસ્‍તક શિક્ષણ, સંસદીય બાબતો અને કાયદા ખાતુ છેઃ હાઈકોર્ટના ચુકાદાની વિસ્‍તૃત વિગતો જાહેર થયા પછી ચિત્ર સ્‍પષ્‍ટ થવાની સંભાવનાઃ શિક્ષણમંત્રીનુ ભાવિ હવે સુપ્રિમ કોર્ટ આધારીત

(4:09 pm IST)