Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

વૈશ્વિક મૃત્યુઆંક ૨.૮૭ લાખ : કુલ કેસ ૪૨.૬૯

અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા ૧૩ લાખથી વધુ : યુકેમાં ૨૪ કલાકમાં ૨૧૦ના મોત : રશિયાના મોસ્કોમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૫૫ના મોત : બ્રાઝીલમાં ૨૪ કલાકમાં ૩૯૬ના મોત

વોશિંગ્ટન તા. ૧૨ : વિશ્વમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૪૨,૫૫,૯૫૪ થઇ છે તેમજ કુલ મૃત્યુઆંક ૨,૮૭,૩૩૨એ પહોંચ્યો છે અને ૧૫,૨૭,૪૯૬ લોકો સ્વસ્થ થયા છે. બીજી બાજુ રશિયામાં એક સપ્તાહથી સંક્રમણના ૧૦ હજારથી વધુ કેસ નોંધાય રહ્યા છે. તેમ છતાં સરકાર આજે છુટ આપવા જઇ રહી છે.

બ્રાઝીલમાં એક દિવસમાં ૫૬૩૨ કેસ નોંધાયા તેમજ મૃત્યુઆંક ૧૧ હજાર થયો છે. બ્રાઝીલમાં ૨૪ કલાકમાં ૩૯૬ના મોત થયા છે.

અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા ૧૩,૮૫,૮૩૪ થઇ છે તેમજ મૃત્યુઆંક ૮૧ હજારને પાર થયો છે. અમેરિકામાં કુલ ૯૬.૨૦ લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

યુકેમાં ૨૪ કલાકમાં ૨૧૦ના મોત થયા છે અને ૩૮૭૭ લોકો સંક્રમિત થયા છે. દેશમાં અત્યાર સુધી ૩૨ હજારથી વધુના મોત થયા છે. અમેરિકા અને સ્પેન બાદ યુકે ત્રીજો સૌથી પ્રભાવિત દેશ બન્યો છે.

રશિયાના પાટનગર મોસ્કોમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૫૫ના મોત થયા છે. દેશમાં ૨૪ કલાકમાં વાયરસથી ૯૪ના મોત થયા છે ત્યાં અત્યાર સુધીમાં ૨૦૦૯ના મોત થયા છે.

પેરૂમાં આજે કોરોનાના ૧૫૧૫ નવા કેસ સામે આવ્યા છે. સંક્રમિતોની સંખ્યા ૬૮,૨૨૨ થઇ છે. વાયરસથી મૃત્યુઆંકની સંખ્યા વધીને ૧૯૬૧ થઇ છે. પેરૂમાં કોરોનાના ખતરાને જોઇને ૨૪ મે સુધી લોકડાઉન વધારાયું છે.

(4:01 pm IST)