Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ચીનના રાષ્ટ્રપતિના ૯૩ વર્ષના માતા કી શીન ૧૭ વર્ષની ઉમરે બન્યા હતા સામ્યવાદી પક્ષના સભ્ય

બૈજીંગ,તા.૧૨: ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગને નજીકથી ઓળખનારા લોકો કહે છે કે તે એક પારિવારિક વ્યકિત છે. જીનપિંગની માતાએ તેમને કહ્યું હતું કે, કુટુંબ જ કોઇ પણ વ્યકિતની પહેલી પાઠશાળા છે અને માતા પિતા જ બાળકોના પહેલા શિક્ષકો છે. રવિવારે ૧૧ મેના મધર્સ ડે હતો અને એટલે ચીની મીડીયાએ જીનપિંગની માતા અંગે બધી એવી માહિતી આપી જે જાણવા લોકો ઉત્સુક હોય.જીનપિંગ આજે પણ પોતાની માતાની ઘણી વાતોનું પાલન કરવાની કોશિષ કરે છે. માતા કી શીનની ઉમર અત્યારે ૯૩ વષની છે અને એવું કહેવાય છે રાષ્ટ્રપતિના જીવનમાં તેમનો સૌથી વધારે પ્રભાવ છે.

મધર્સ ડે નિમીતે ચીનની સરકારી ચેનલ ચાઇના સેન્ટ્રલ ટેલીવીઝન (સીસીટીવી) દ્વારા જીનપિંગની માતા પર એક ડોકયુમેટ્રી તૈયાર કરાઇ હતી. તેમાં રાષ્ટ્રપતિના બાળપણ ઉપરાંત એ પણ દર્શાવાયું હતું કે કેવી રીતે માતાએ જીનપિંગને જીંદગી જીવવાની પધ્ધતિ અંગે જણાવ્યું હતું. કીએ એકવાર પુત્રને જણાવ્યું હતું કે માતા પિતા અને વડીલો દ્વારા બાળકોને સંસ્કાર તેઓ જ્યારે નાના હોય ત્યારે જ અપાવા જોઇએ. સાથે સાથે તેમાં એક સારી ભાવના વિકસાવવી જોઇએ. જેથી તેઓ જ્યારે મોટા થાય ત્યારે દેશના વિકાસમાં પોતાનું કંઇક યોગદાન આપી શકે.

કીનો જન્મ ૧૯૨૬માં થયો હતો અને ૧૯૪૩માં જ્યારે તેમની ઉંમર ૧૭ વર્ષની હતી.

ત્યારે તે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફચાઇના (સીપીસી)માં જોડાયા હતા. તેઓ પક્ષના કટ્ટર સમર્થક બન્યા હતા અને તેના નિયમોનું પાલન કોઇ પણ હદે કરવામાં વિશ્વાસ રાખતા હતા. શીને આજે પણ યાદ છે કે જ્યારે તેમની ઉંમર પાંચ-છ વર્ષની હતી. ત્યારે માતા પુરી ઇમાનદારી અને નિષ્ઠા સાથે તેમને દેશની સેવા કરવાનું શીખવતી. જીનપિંગને પોતાની પીઠ પર રાખીને બુક સ્ટોર પર લઇ જતા અને તેના માટે યુએ ફેઇનું પુસ્તક ખરીદતી.

કી શીનનું જીવન બહુ જ સામાન્ય હતું. તેમના માટે કુટુંબની દેખરેખ રાખતા, કામ કરવાનું બહુ મુશ્કેલ હતું પણ તેમણે પોતાના કામ સાથે કયારેય સમજુતિ ન હોતી કરી.

તેમની જીવન જીવવાની પધ્ધતિ અને કૌટુબિક વાતાવરણે જીનપિંગને નેતૃત્વની કળા શિખવી તેમની માતાએ તેમને ઇમાનદારી અને સ્વયં શિસ્ત અંગે જણાવ્યું. તેમણે એક પત્ર લખીને જીનપિંગને કહ્યું હતું કે, સત્તા, હોદો અને શોખ યોગ્ય દિશામાં હોવા જોઇએ. પરિવારનું ધ્યાન રાખવાનું જીનપિંગને તેમની માતા પાસેથી જ શિખવા મળ્યું.

(3:59 pm IST)