Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ચીનમાં ફરી પાછો આવ્યો કોરોના, વુહાનમાં ૫ નવા કેસ સામે આવ્યા

વુહાન શહેરમાં ૮ એપ્રિલે લોકડાઉન હટાવાયું. શહેરમાં લગભગ ૧.૧૦ કરોડ લોકો રહે છે

બીજીંગ, તા.૧૨: રશિયાની સરહદ પાસે સ્થિતિ ચીનના શુલાન શહેરમાં કોરોના સંક્રમણનું નવું કલસ્ટર મળ્યા બાદ હવે ગ્રાઉન્ડ ઝીરો વુહાનમાં પણ કોરોના પાછો આવી ગયો છે. સંક્રમણનું કેન્દ્ર રહેલા વુહાન શહેરમાં ૩૦ દિવસથી વધારે સમય બાદ કોવિડ-૧૯ના ૫ નવા કેસ સામે આવ્યા છે. જે બાદ ચીન સરકારમાં ઉથલ-પુથલનો માહોલ છે. વુહાનમાં નવા કેસ સામે આવ્યા બાદ સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના એક સ્થાનિક અધિકારી સહિત દ્યણા લોકોને સસ્પેન્ડ કરી દેવાયા છે.

વુહાનમાં સંક્રમણના પાંચ નવા મામલે રવિવારે સામે આવ્યા અને શનિવારે પણ એક કેસ આવ્યો હતો. અહીં છેલ્લા ૩૫ દિવસોથી કોરોનાનો કોઈ કેસ નહોતો. નવા કેસ સામે આવ્યા બાદ લગભગ ૨૦ હજાર લોકોના ન્યૂકિલક એસિડ પરીક્ષણ અલગ-અલગ બેચમાં કરાવાયું છે. વુહાનમાં ૬૫૦ એવા મામલા પણ સામે આવ્યા છે જેમાં કોરોનાના એકપણ લક્ષણો દેખાયા નથી.ઉલ્લેખનીય છે કે હુબેઈ પ્રાંતની વસ્તી ૫ કરોડ ૬૦ લાખથી વધારે છે અને વાયરસનું સંક્રમણ રોકવા માટે તેને ૨૩ જાન્યુઆરીથી જ લોકડાઉન કરી દેવાયો હતો. જેને ૨૪ માર્ચ સુધી ચાલું રખાયું. વુહાન શહેરમાં ૮ એપ્રિલે લોકડાઉન હટાવાયું. શહેરમાં લગભગ ૧.૧૦ કરોડ લોકો રહે છે.ચીનમાં હવે બિઝનેસ અને કારખાના ખુલવા સાથે જ સ્થિતિ લગભગ સંપૂર્ણ રીતે સામાન્ય થઈ રહી છે. ચીને સોમવારે પોતાના સૌથી મુખ્ય થીમ પાર્ક શાંધાઈ ડિઝનીલેન્ડને પણ સેનિટાઈઝ કરીને ખોલી દીધો. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે રવિવારે દેશમાં શંક્રમણના ૧૭ નવા કેસ સામે આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેમાંથી ૭ લોકો વિદેશથી આવ્યા હતા. આ સાથે ચીનમાં કોરોનાની આંકડો વધીને ૮૨,૯૧૮ થઈ ગયો છે.

(3:58 pm IST)