Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

બે પરિવારોની જુની અદાવતમાં ૧૫ વર્ષીય કિશોરીને જીવતી સળગાવી દીધીઃ હાહાકાર

તામીલનાડુના સત્તાધારી પક્ષ અન્નાદ્રમુકના બે કાર્યકરો આરોપીઃ વિરોધપક્ષની કડક સજાની માંગ

વિલ્લુપુરમઃ તામિલનાડુમાં ૧૫ વર્ષીય કિશોરીને બે પરિવારો વચ્ચે ચાલતા જુના ઝઘડાના કારણે બે લોકોએ જીવતી સળગાવ્યાની ઘટના રવિવારે બની હતી. ગંભીર રૂપથી  ઘાયલ કિશોરીએ ઘટનાના બીજા દિવસે ગઇકાલે દમ તોડયો હતો. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે.

બંંને આરોપીઓની ઓળખ અન્નાદ્રમુકના સભ્યોના રૂપે થઇ છે. દ્રમુકના નેતૃત્વવાળા વિપક્ષે પોલીસને બંને આરોપીઓને સખત સજાની માંગ કરી છે. દરમિયાન અન્નાદ્રમુકે પાર્ટીના આદેશો વિરૂધ્ધ કામ કરવા બદલ બંનેને પક્ષમાંથી હાંકી કાઢયા છે. હત્યા અંગે શોક દર્શાવતા મુખ્યમંત્રી પલાની સ્વામીએ જણાવેલ કે આ ઘટના હૈયુ હચમચાવી દેનાર છે. બંને આરોપીઓ ઉપર કડક કાર્યવાહીનું વચન આપતા ઉમેરેલ કે તેમના વિરૂધ્ધ હત્યાનો  મામલો નોંધી તપાસ કરાઇ રહી છે. કિશોરના પરિવારને ૫ લાખ રૂપીયાની સહાય  આપવા પણ જાહેરાત કરેલ.

પોલીસ અધિકારીઓ મુજબ રવિવારે મુરૂગન (૫૭) અને કાલીપરૂમલ (૫૩) એ દશમાં ધોરણમાં ભણતી કિશોરીને તેેના ગામ સિરૂમદુરઇમાં જીવતી સળગાવી દીધેલ. કિશોરીને સરકારી હોસ્પિટલમાં લઇ જવાયેલ. જયાં ડોકટરોએ યુવતી ૮૦ ટકા સળગી ગયેલ હોવાનું જણાવેલ.

જયાં  ડોકટરોએ યુવતી ૮૦ ટકા સળગી ગયેલ હોવાનું જણાવેલ. સારવાર દરમિયાન કિશોરીનું મોત નિપજેલ. પીડીતાએ મૃત્યુ પહેલા મેજીસ્ટ્રેટ સામે બંને આરોપીઓને ઓળખી બતાવ્યા હતા.

(3:57 pm IST)